SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] શ્રી વિપાર્ક સૂત્ર ભાવાર્થ :- આ સાંભળી ભગવાન ગૌતમ સ્વામીએ મૃગાદેવીને કહ્યું– દેવાનુપ્રિયે ! હું તમારા આ પુત્રોને જોવા માટે નથી આવ્યો પરંતુ તમારા જન્માંધ અને જન્માંધરૂપ એવાં જ્યેષ્ઠ પુત્ર મૃગાપુત્રને જોવા માટે હું અહીં આવ્યો છું. જેનું તમે એકાંત ભૂમિગૃહમાં રાખીને ગુપ્ત રીતે સાવધાનીપૂર્વક ખાનપાનાદિ દ્વારા પાલન પોષણ કરી રહ્યા છો. આ સાંભળી આશ્ચર્યચકિત થઈને મૃગાદેવીએ ગૌતમસ્વામીને પૂછયું- હે ગૌતમસ્વામી ! એવા તથારૂપના જ્ઞાની અને તપસ્વી કોણ છે, જેમણે મારી આ રહસ્યપૂર્ણ વાત આપને યથાર્થરૂપે કહી અને મારી રહસ્યમય વાતને તમે જાણી લીધી? ત્યારે ભગવાન ગૌતમસ્વામીએ મંગાદેવીને કહ્યું- હે દેવાનુપ્રિયે! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે યાવતુ જેમણે મને તમારી આ ગુપ્ત વાત બતાવી છે, તેથી હું તે વાત જાણું છું. જન્માંધ મૃગાપુત્રનો આહાર :| १६ जावं च णं मियादेवी भगवया गोयमेण सद्धि एयमटुं संलवइ, तावं च णं मियापुत्तस्स दारगस्स भत्तवेला जाया यावि होत्था । तए णं सा मियादेवी भगवं गोयम एवं वयासी- तुब्भे णं भंते ! इहं चेव चिट्ठह, जा णं अहं तुब्भं मियापुत्तं दारगं उवदंसेमि त्ति कटु जेणेव भत्तपाणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता वत्थपरियट्टणं करेइ, करेत्ता कट्ठसगडियं गिण्हइ, गिण्हित्ता विउलस्स असण-पाण खाइम-साइमस्स भरेइ, भरित्ता तं कट्ठसगडियं अणुकड्डमाणी अणुकड्ढमाणी जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं गोयम एवं वयासी- एह णं तुब्भे भंते ! मम अणुगच्छह, जा णं अहं तुब्भं मियापुत्तं दारगं उवदंसेमि । तए णं से भगवं गोयमे मियादेवि पिट्ठओ समणुगच्छइ । ભાવાર્થ :- મૃગાદેવી ભગવાન ગૌતમસ્વામી સાથે આ રીતે વાતચીત કરતી હતી. તે સમય દરમ્યાન મૃગાપુત્ર બાળકના ભોજનનો સમય થઈ ગયો, તેથી મૃગાદેવીએ ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું – ભગવન્! આપ અહીં ઊભા રહો, હું હમણાં જ મૃગાપુત્ર બાળકને બતાવું છું. આ પ્રમાણે કહીને તે ભોજનાલય તરફ ગઈ. ત્યાં જઈને તેણીએ વસ્ત્ર પરિવર્તન કરીને, લાકડાની ગાડી ગ્રહણ કરી, તેમાં વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ ભર્યા. ત્યાર પછી તે લાકડાની ગાડીને ખેંચતી ખેંચતી ભગવાન ગૌતમસ્વામી પાસે આવીને તેણીએ ભગવાન ગૌતમ સ્વામીને કહ્યું–ભગવન્! આપ મારી પાછળ આવો તો આપ મૃગાપુત્ર બાળકને જોઈ શકશો. ત્યારે ભગવાન ગૌતમસ્વામી મૃગાદેવીને અનુસરતા તેમની પાછળ ચાલવા લાગ્યા. | १७ तए णं सा मियादेवी तं कट्ठसगडियं अणुकड्डमाणी अणुकड्डमाणी जेणेव
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy