SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાન્યુદયનો કરનાર સન્માર્ગ પ્રદર્શક હોય છે. આ સર્વ લક્ષણો શ્રી વિપાક સૂત્રમાં પૂર્ણતયા જોવામાં આવે છે. માટે જ જિજ્ઞાસુ મુમુક્ષુ આત્માઓ માટે પ્રસ્તુત સૂત્ર ઉપાદેય ઉપલબ્ધ આગમ પરંપરાનો ઈતિહાસ : સર્વજ્ઞ સર્વદર્શી આખ પુરુષની વાણી, વચન, કથન, પ્રરૂપણા એ 'આગમ' ના નામથી ઓળખાય છે. 'આગમ' અર્થાત્ તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન તથા આચારવ્યવહારનો સમ્યક્ પરિબોધ દેનાર શાસ્ત્ર, સૂત્ર, આપ્તવચન. વિશિષ્ટ અતિશયસંપન્ન સર્વજ્ઞ પુરુષ, જે ધર્મતીર્થને પ્રવર્તાવે છે, સંઘની જીવન પદ્ધતિમાં ધર્મ-સાધનાને સ્થાપિત કરે છે તે ધર્મપ્રવર્તક અરિહંત અથવા તીર્થકર દેવ કહેવાય છે. તે તીર્થંકરદેવની આજ્ઞાથી તેના અતિશય વિદ્યા સંપન્ન વિદ્વાન શિષ્ય ગણધર શાસન પ્રારંભના પ્રથમ દિવસે જ દ્વાદશાંગી મૂળ સૂત્રોની સંકલના, રચના કરે છે અને તીર્થકર પ્રભુના ફરમાવેલા ઉપદેશ, પ્રશ્નોત્તર વગેરેનું સંકલન કરી સમયે સમયે તે દ્વાદશાંગીમાં પુનઃ પુનઃ સંપાદિત કરે છે. તે ગણધર રચિત દ્વાદશાંગી શાસ્ત્રને આગમ કહેવામાં આવે છે. તેને જ નંદીસૂત્ર અને સમવાયાંગ સૂત્ર આદિમાં દ્વાદશાંગ ગણિપિટક કહેવાયેલ છે. આ રીતે શાસન પ્રારંભમાં એટલે પોતાની દીક્ષાના પ્રારંભમાં જ તીર્થકર પ્રભુની નિશ્રામાં અને તેઓની આજ્ઞાથી આવશ્યક સૂત્ર સહિત બાર અંગ આગમોની રચના કરી, નવદીક્ષિત શિષ્યોને તે આગમોનું અધ્યયન પ્રારંભ કરાવી દે છે. નિત્ય, નિયમિત ઉભય સંધ્યા પ્રતિક્રમણ કરવામાં ઉપયોગી આવશ્યક સૂત્રોનું અધ્યયન સર્વ પ્રથમ પૂર્ણ કરાવે છે અને પછી બાર અંગ આગમોનું અધ્યયન યોગ્યતા પ્રમાણે અનુક્રમથી કરાવે છે. તે બાર અંગ આ પ્રમાણે છે– ૧. આચારાંગ સૂત્ર ૨. સૂત્રકતાંગ સૂત્ર ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર પ. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર ૭. ઉપાસકદશા સૂત્ર ૮. અંતગડ સૂત્ર ૯. અનુત્તરોપપાતિક સૂત્ર ૧૦. પ્રશ્નવ્યાકરણ સૂત્ર ૧૧. વિપાક સૂત્ર ૧૨. દષ્ટિવાદ સૂત્ર. આ દ્વાદશાંગીનું અધ્યયન પ્રત્યેક મુમુક્ષુ માટે આવશ્યક અને ઉપાદેય છે. દ્વાદશાંગીમાં પણ બારમું અંગ વિશાળ અને સમગ્ર શ્રુતજ્ઞાનનો ભંડાર છે. તેનું અધ્યયન અતિ વિશિષ્ટ પ્રતિભા સંપન્ન એવં શ્રુતસંપન્ન સાધક શ્રમણ કરી શકતા હતા. સામાન્યતઃ - 34
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy