SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-૨/ભદ્રનંદી ૧૭૩ | પ્રશ્નો કર્યા ત્યારે ભગવાને આ પ્રમાણે કહ્યું મહાવિદેહક્ષેત્રમાં પુંડરિકિણી નામની નગરીમાં વિજય નામનો કુમાર હતો, તેમણે યુગબાહુ તીર્થકરને સુપાત્ર દાન દીધું, મનુષ્ય આયુષ્યનો બંધ કર્યો અને અહીં ભદ્રનંદીના રૂપમાં ઉત્પન્ન થયો. આ બધું વર્ણન સુબાહુકુમારની જેમ જ જાણવું યાવતું તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને ચારિત્ર પાળીને સિદ્ધ થશે, જ્ઞાનમય થશે, કર્મોથી મુક્ત થશે, કષાયોથી રહિત પરમ શાંત દશાને પ્રાપ્ત કરશે અને સર્વ પ્રકારના દુઃખોનો અંત કરશે. નિક્ષેપ- ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જાણવું. વિવેચન : ભદ્રનંદી – સુખવિપાકસૂત્રના બીજા અને આઠમા અધ્યયનનું નામ ભદુર્ણદી–ભદ્રનંદી છે બંને અધ્યયનમાં ભદ્રનંદીના કુમારનું જીવન વૃતાંત છે પરંતુ બંને ભદ્રનંદીકુમારોની નગરી, માતા-પિતાના નામ તથા બંનેના પૂર્વભવમાં તફાવત છે. તેથી એક જ નામની બે વ્યક્તિ હોય તેમ સમજી શકાય છે. > II અધ્યયન-ર સંપૂર્ણ II
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy