SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧/સુબાહુકુમાર अलंभोगसमत्थे जाए यावि होत्था । तए णं तं सुबाहुकुमारं अम्मापियरो बावत्तरिकलापंडियं जाव अलंभोगसमत्थं वा वि जाणंति, जाणित्ता अम्मापियरो पंच पासायवडिंसगसयाई कारति अब्भुग्गयमूसियपहसियाइं । एगं च णं महं भवणं कार्रेति एवं जहा महाबलस्स रणो णवरं पुप्फचूला पामोक्खाणं पंचण्हं रायवरकण्णगसयाणं एगदिवसेणं पाणि गिण्हार्वेति । तहेव पंचसइओ दाओ, जाव उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंग- मत्थएहिं जाव पच्चणुभवमाणे विहरइ । ૧૫૯ ભાવાર્થ : એક વખત રાજ્ય કુલોચિત શયનગૃહમાં સૂતેલી ધારિણીદેવીએ સ્વપ્નમાં સિંહને જોયો, ત્યાર પછી જન્મ આદિનો સંપૂર્ણ વૃત્તાંત જ્ઞાતાધર્મકથામાં વર્ણિત મેઘકુમારના જન્મ આદિની જેમ જાણી લેવો જોઈએ યાવત્ સુબાહુકુમાર સાંસારિક કામભોગોના ઉપભોગ કરવામાં સમર્થ થઈ ગયા. ત્યારે સુબાહુકુમારના માતાપિતાએ તેને બોત્તેર કળાઓમાં કુશળ તથા ભોગ ભોગવવામાં સમર્થ થયેલ જાણીને જેમ આભૂષણોમાં મુગટ સર્વોત્તમ કહેવાય છે તે પ્રમાણે સર્વોત્તમ પાંચસો ઊંચા, ભવ્ય અને સુંદર મહેલોનું નિર્માણ કરાવ્યું. તે મહેલોની મધ્યમાં એક વિશાળ ભવન તૈયાર કરાવ્યું વગેરે સંપૂર્ણ વર્ણન મહાબળ રાજાની જેમ જાણવું. લગ્ન પણ મહાબળની જેમ જ કરવામાં આવ્યા, પરંતુ તેમાં વિશેષતા એ છે કે— પુષ્પચૂલા આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એક જ દિવસમાં લગ્ન કરવામાં આવ્યાં. તે જ પ્રમાણે પાંચસો—પાંચસો વસ્તુઓનું પ્રીતિદાન દેવામાં આવ્યું. ત્યાર પછી સુબાહુકુમાર ઊંચા સુંદર મહેલોમાં રહેતાં, જેમાં મૃદંગ વગાડવામાં આવતાં હતાં યાવત્ મનુષ્ય સંબંધી સુખોનો અનુભવ કરતાં રહેવા લાગ્યા. સુબાહુકુમારનું ધર્મશ્રવણ : ५ तेणं कालेणं तेणं समएणं, समणे भगवं महावीरे समोसढे । परसा णिग्गया । अदीणसत्तू जहा कूणिओ णिग्गओ । सुबाहू वि जहा जमाली हा रणं णिग्गए जाव धम्मो कहिओ । राया परिसा गया । ભાવાર્થ : તે કાલે અને સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હસ્તિશીર્ષનગરમાં પધાર્યા. પરિષદ નગરમાંથી નીકળી. રાજા કુણિકની જેમ મહારાજા અદીનશત્રુ પણ નગરમાંથી ભગવાનના દર્શન કરવા અને દેશના સાંભળવા માટે નીકળ્યા. જમાલિકુમારની જેમ સુબાહુકુમારે પણ ભગવાનના દર્શન માટે રથ દ્વારા પ્રસ્થાન કર્યું યાવત્ ભગવાને સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદ અને રાજા ધર્મકથા સાંભળીને ચાલ્યાં ગયાં. ગૃહસ્થધર્મનો સ્વીકાર : ६ तए णं से सुबाहुकुमारे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy