SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्ययन-9/6461 | १०५ पुरथिमिल्लेणं दुवारेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता तत्थ णं पासइ एगं पुरिसं कच्छुल्लं कोढियं दओयरियं भगंदरियं अरिसिल्लं कासिल्लं सासिल्लं सोयिलं सुयमूहं सूयहत्थं सुयपायं, सडियहत्थंगुलियं सडियपायंगुलियं सडियकण्णणासियं रसियाए य पूइएण य थिविथिविय वणमुहकिमिउत्तयंत पगलंतपूयरुहिरं लालापगलंतकण्णणासं अभिक्खणं अभिक्खणं पूयकवले य रुहिरकवले य किमियकवले य वममाणं कट्ठाई कलुणाई विसराइं कूयमाणं मच्छियाचडगरपहकरेणं अण्णिज्जमाणमग्गं फुट्टहडाहडसीसं दंडिखंडवसणं खंडमल्ल- खंडघड-हत्थगयं, गेहे गेहे देहबलियाए वित्तिं कप्पेमाणं पासइ । तया भगवं गोयमे उच्च-णीय-मज्झिम-कुलाई जाव अडमाणे अहापज्जत्तं समुदाणं गिण्हइ, गिण्हित्ता पाडलिसंडाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता भत्तपाणं आलोएइ, भत्तपाणं पडिदसेइ, पडिदसित्ता समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे जाव बिलमिव पण्णगभूएणं अप्पाणेणं आहारमाहारेइ, संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ : તે કાલે અને તે સમયે ભગવાન ગૌતમ સ્વામી છઠના પારણાના નિમિત્તે ભિક્ષા માટે પાટલિખંડ નગરમાં ગયા. તેઓએ પાટલિખંડ નગરમાં પૂર્વદિશાના દરવાજેથી પ્રવેશ કર્યો, ત્યાં એક પુરુષને જોયો. તે પુરુષ ખૂજલીના રોગવાળો, કોઢ, જલોદર, ભગંદર તથા હરસના રોગથી ગ્રસ્ત હતો. તેને ઉધરસ, શ્વાસ અને સોજાના રોગ પણ હતા. તેનું મોઢું, હાથ-પગ સૂજેલાં હતા, હાથ અને પગની આંગળીઓ સડી ગઈ હતી, નાક અને કાન પણ સડી ગયા હતા, ત્રણ–ઘામાંથી નીકળતાં રસી અને પરૂથી તેનું શરીર કચકચતું હતું. તે કૃમિઓથી અત્યંત વેદના પામી રહ્યો હતો. લોહી અને પરૂ વહેતા હોય તેવા ગૂમડાથી તે યુક્ત હતો. તેનાં કાન અને નાક પર થયેલા ફોડાઓમાંથી લોહી વગેરે વહેવાથી કાન, નાક સડી ગયાં હતાં. તેને વારંવાર પરૂના, લોહીના અને કૃમિઓનું વમન થતું હતું. તે કષ્ટપૂર્ણ, દયાજનક તેમજ દીનતામય શબ્દો બોલી રહ્યો હતો. તેની આગળ અને પાછળ માખીઓના ટોળેટોળાં બણબણી રહ્યાં હતાં, ભયંકર વેદનાથી તેનું માથું ફાટી જતું હતું, તેના માથાના વાળ વેરવિખેર હતા. તેણે થીંગડાવાળાં વસ્ત્ર પહેર્યા હતા. ફૂટેલા ઘડાના ટુકડાનું તેનું ભિક્ષાપાત્ર હતું. શકોરાનો ટુકડો તેનું જળ -પાત્ર હતું. તેને હાથમાં લઈને ઘરે ઘરે ભીખ માગી આજીવિકા ચલાવતો હતો. ત્યારે ભગવાન ગૌતમ સ્વામી ઊંચ, નિમ્ન અને મધ્યમ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરતાં કરતાં
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy