SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ | ८ શ્રી વિપાક સૂત્ર वसुदत्ताए भारियाए पुत्तत्ताए उववण्णे । तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्तबारसाहस्स इमं एयारूवं णामधेज करेंति-जम्हा णं अम्हं इमे दारए सोमदत्तस्स पुरोहियस्स पुत्ते, वसुदत्ताए अत्तए, तम्हा णं होउ अम्हं दारए बहस्सइदत्ते णामेणं । तए णं से बहस्सइदत्ते दारए पंचधाइपरिग्गहिए जाव परिवड्डइ । तए णं से बहस्सइदत्ते उम्मकबालभावे जोव्वणगमणुप्पत्ते विण्णायपरिणयमेत्ते होत्था । से णं उदायणस्स कुमारस्स पियबालवयस्सए यावि होत्था । सहजायए, सहवड्डियए, सहपंसुकीलियए। ભાવાર્થ : ત્યાર પછી મહેશ્વરદત્તનો પાપિષ્ઠ જીવ તે પાંચમી નરકભૂમિમાંથી નીકળીને સીધો આ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિત અને વસુદત્તા નામની પત્નીને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. જન્મેલા માતાપિતાએ બારમા દિવસે નામકરણ કરતાં સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ હોવાથી તેનું નામ બૃહસ્પતિદત્ત રાખ્યું. પછી તે બૃહસ્પતિદત્ત બાળક પાંચ ધાવમાતાઓથી પરિગૃહીત કાવત વૃદ્ધિને પ્રાપ્ત થતો બાલ્યભાવનો ત્યાગ કરીને યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પરિપક્વ બુદ્ધિવાળો થયો. તે ઉદાયન રાજકુમારનો બાળપણથી જ મિત્ર હતો. તે બંને એક સાથે જન્મ્યા હતા, એક સાથે મોટા થયા હતા અને એક સાથે જ રમ્યા હતા. | ९ तए णं से सयाणीए राया अण्णया कयाइ कालधम्मुणा संजुत्ते । तए णं से उदायणे कुमारे बहूहिं राईसर-तलवर-माडंबिय-कोडुंबिय- इब्भसेट्ठी-सेणावइ सत्थवाहप्पभिइहिं सद्धिं परिवुडे रोयमाणे, कंदमाणे, विलवमाणे सयाणीयस्स रण्णो महया इड्डि-सक्कारसमुदएणं णीहरणं करेइ, करेत्ता बहूहिं लोइयाई मयकिच्चाई करेइ । तए णं ते बहवे राईसर जाव सत्थवाहा उदायणं कुमारं महया- महया रायाभिसेएणं अभिसिंचति । तए णं से उदायणकुमारे राया जाए महया हिमवंत जाव रज्जं पसासेमाणे विहरइ । ભાવાર્થ ? ત્યાર પછી કોઈ વખતે મહારાજા શતાનીકનું મૃત્યુ થયું ત્યારે ઉદાયનકુમારે ઘણા રાજા, મહારાજા, તલવર, માંડલિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ આદિની સાથે રુદન કરતાં, આજંદ કરતાં તથા વિલાપ કરતાં શતાનીક રાજાનું ઘણી ઋદ્ધિપૂર્વક નિસ્સરણ તથા અન્ય મૃતક સંબંધી સંપૂર્ણ લૌકિક કૃત્યો કર્યા. ત્યાર બાદ અન્ય રાજા, મહારાજા યાવત સાર્થવાહ આદિ લોકોએ મળીને મોટા સમારોહ સાથે
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy