SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી વિપાક સૂત્ર णामं दार होत्था । अहीणपडिपुण्णपंचिंदियसरीरे जाव सुरूवे । ભાવાર્થ : તે શતાનીક રાજાને સોમદત્ત નામનો એક પુરોહિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આદિનો સંપૂર્ણ જ્ઞાતા હતો. સોમદત્ત પુરોહિતને વસુદત્તા નામની પત્ની હતી, તથા સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ બૃહસ્પતિદત્ત નામનો એક સર્વાંગસંપન્ન યાવત્ રૂપવાન પુત્ર હતો. ४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए । तेणं कालेणं तेणं समएणं भगवं गोयमे तहेव जाव रायमग्गमोगाढे । तहेव पासइ हत्थी, आसे, पुरिसमज्झे पुरिसं । चिंता । तहेव पुच्छर पुव्वभवं । भगवं वागरे । ભાવાર્થ : તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીની બહાર ચંદ્રાવતરણ ઉદ્યાનમાં પધાર્યા. તે સમયે ભગવાન ગૌતમ સ્વામી યાવત્ કૌશાંબી નગરીમાં ભિક્ષાર્થે ફરતાં રાજમાર્ગ ઉપર પધાર્યા. ત્યાં હાથીઓ, ઘોડાઓ અને પુરુષોને તથા તે પુરુષોની વચ્ચે એક વધ્ય(જેનો વધ કરવાનો છે તે) પુરુષને જોયો. તેને જોઈને મનમાં વિચાર કર્યો અને ભગવાનને તેના સંબંધમાં પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું આ પ્રમાણે વર્ણન કર્યું– પૂર્વભવ-પુરોહિત મહેશ્ર્વરદત્ત : ५ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे सव्वओभद्दे णामं णयरे होत्था । रिद्धत्थिमियसमिद्धे, वण्णओ । तत्थ णं सव्वओभद्दे णयरे जियसत्तू राया । तस्स णं जियसत्तुस्स रण्णो महेसरदत्ते णामं पुरोहिए होत्था, रिउव्वेय-यजुव्वेय- सामवेय-अथव्ववेयकुसले यावि होत्था । ભાવાર્થ : હે જંબૂ ! તે કાલે અને તે સમયે આ જંબુદ્રીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. તે નગર ઋદ્ધિ સમૃદ્ધિથી યુક્ત અને ભયથી રહિત હતું વગેરે વર્ણન જાણવું. તે નગરમાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. તે જિતશત્રુ રાજાને મહેશ્વરદત્ત નામનો એક પુરોહિત હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં કુશળ હતો. મહેશ્વરદત્ત દ્વારા ઘોર પંચેન્દ્રિય હિંસા ઃ ६ तए णं से महेसरदत्ते पुरोहिए जितसत्तुस्स रण्णो रज्जबलविवद्धणट्ठयाए कल्लाकल्लि एगमेगं माहणदारयं, एगमेगं खत्तियदारयं एगमेगं वइस्सदारयं, एगमेगं सुद्ददारयं गिण्हावेइ, गिण्हावेत्ता तेसिं जीवंतगाणं चेव हिययउंडए गिण्हावे गिण्हावेत्ता जियसत्तुस्स रण्णो संतिहोमं करेइ ।
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy