SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ [ પર | શ્રી વિપાક સૂત્ર ભાવાર્થ :- ત્યાર પછી તે વિજય નામનો ચોરસેનાપતિ અનેક ચોર, પરસ્ત્રીલંપટ, ગ્રંથિભેદક(ખિસ્સાકાતરૂ, ગાંઠને ખોલી, તોડીને વસ્તુ લેનાર), સંધિ છેદક (દિવાલમાં બાકોરું—ખાતર પાડી ચોરી કરનાર અથવા બે મકાન કે બે દીવાલના જોડાણને તોડનાર), જુગારી, ધૂતારા વગેરે લોકો કે જેની પાસે પહેરવા માટે વસ્ત્રનો ટુકડો પણ ન હોય અને બીજા ઘણા હાથ આદિ કપાયેલા, નાકથી રહિત અને શિષ્ટજનોથી બહિષ્કૃત થયેલા, તિરસ્કૃત થયેલા મનુષ્યોનો વાંસના વનની જેમ રક્ષક અને આશ્રયદાતા હતો. તે ચોર સેનાપતિ વિજય પુરિમતાલ નગરના ઈશાનખૂણામાં આવેલા દેશનાં અનેક ગામોનો અને નગરોનો નાશ કરવાથી, ગાયો આદિ પશુઓનું અપહરણ કરવાથી, જેલમાં રહેલા કેદીઓનું ગ્રહણ–પલાયન કરતો, મુસાફરોને લૂંટતો તથા ખાતર પાડીને ચોરી કરવી આદિથી લોકોને પીડિત કરતો, નાશ કરતો, તર્જના કરતો, મારતો, સ્થાન રહિત કરતો, ધન-ધાન્યથી રહિત કરતો, મહાબલ રાજાના કર(ટેક્સને) વારંવાર પોતે ગ્રહણ કરી લેતો હતો. અભગ્નસેન :| ६ तस्स णं विजयस्स चोरसेणावइस्स खंदसिरी णामं भारिया होत्था । वण्णओ। तस्स णं विजयचोरसेणावइस्स पुत्ते खंदसिरीए भारियाए अत्तए अभग्गसेणे णामंदारए होत्था । अहीण पडिपुण्णपंचिदियसरीरे विण्णायपरिणयमेत्ते जोव्वण- गमणुप्पत्ते ।। ભાવાર્થ :- વિજય ચોરસેનાપતિની અંદશ્રી નામની પત્ની હતી. અહીં સ્ત્રીનું સંપૂર્ણ વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણવું. તે વિજય ચોરસેનાપતિનો પુત્ર અને અંદશ્રીનો આત્મજ અભગ્નસેન નામનો પુત્ર હતો. તે પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ, સુદઢયોગ્ય શરીરના બાંધાવાળો, વિશિષ્ટ જ્ઞાનને ધરાવનારો અને બુદ્ધિની પરિપક્વતાથી યુક્ત યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલો હતો. | ७ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे पुरिमतालणयरे समोसढे । परिसा णिग्गया । राया णिग्गओ । धम्मो कहिओ। परिसा राया य पडिगओ। ભાવાર્થ :- કાળે અને તે સમયે પુરિમતાલ નગરમાં (અમોઘદર્શી ઉદ્યાનમાં) શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ(જનસમૂહ) ધર્મદેશના સાંભળવા માટે નીકળી. રાજા પણ ગયા. ભગવાને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળી રાજા તથા પરિષદ સ્વસ્થાને ગયાં. ८ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी गोयमे जाव रायमग्गमोगाढे । तत्थ ण बहवे हत्थी पासइ, बहवे आसे पासइ, बहवे पुरिसे पासइ सण्णद्धबद्धवम्मियकवए । तेसिं च णं पुरिसाणं
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy