SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૬ ] શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મૂલ્ય સમજતા ન હોય તે જ મૃષાવાદનું ભાષણ કરે છે. મૃષાવાદીનો પ્રપંચઃ- મૃષાવાદને છુપાવવા માયા–છળ-કપટ વગેરે પ્રપંચો કરવા જ પડે છે. એક અસત્યને ઢાંકવા અનેક વાર અસત્યનું આચરણ કરવું પડે છે. મૃષાવાનું પરિણામ :- તેઓ અન્ય લોકોના વિશ્વાસનું પાત્ર બનતા નથી. જેની સાથે મૃષાવાદનું આચરણ કરે છે તેની સાથે વેરનો બંધ કરે છે, આ લોકમાં તે નિદિત થાય છે અને પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત કરે છે. તેઓ અનંત જન્મ-મરણની પરંપરાને વધારે છે. મૃષાવાદના ૩૦ નામ :| २ तस्स य णामाणि गोण्णाणि होति तीसं । तं जहा- अलियं, सढं, अणज्जं, मायामोसो, असंतगं, कूडकवडमवत्थुगंच, णिरत्थयमवत्थयं च, विद्देसगरहणिज्ज, अणुज्जगं, कक्कणा य, वंचणा य, मिच्छापच्छाकडं च, साई उ, उच्छण्णं, उक्कूलं च, अटें, अब्भक्खाणं च, किव्विसं, वलयं, गहणं च, मम्मणं च, णूमं, णिययी, अपच्चओ, असम्मओ, असच्चसंधत्तणं, विवक्खो, अवहीयं, उवहिअसुद्धं, अवलोवोत्ति य । तस्स एयाणि एवमाइयाणि णामधेज्जाणि होति तीसं, सावज्जस्स अलियस्स वइजोगस्स अणेगाई । ભાવાર્થ :- આ અસત્યના ગુણનિષ્પન્ન અર્થાતુ સાર્થક ૩૦ નામ આ પ્રમાણે છે- ૧. અલીક ૨. શઠ ૩. અનાર્ય ૪. માયા-મૃષા ૫. અસત્ ૬. કૂડકપટ–અવસ્તુક ૭. નિરર્થક–અપાર્થક ૮. વિદ્વેષ- ગહણીય ૯. અતૃજુક ૧૦. કલ્કના ૧૧. વંચના, ૧૨. મિથ્યા પશ્ચાત્કૃત ૧૩. સાતિ ૧૪. ઓચ્છન્ન, ૧૫. ઉસ્કૂલ ૧૬. આર્ત ૧૭. અભ્યાખ્યાન ૧૮. કિલ્પિષ ૧૯. વલય ૨૦. ગહન ૨૧. મન્મન રર. ગૂમ ૨૩. નિકૃતિ ૨૪. અપ્રત્યય ૨૫. અસમય ૨૬. અસત્ય સંઘત્વ ૨૭. વિપક્ષ ૨૮. અડધીક ર૯. ઉપધિ-અશુદ્ધ ૩૦. અપલોપ ઈત્યાદિ. તે સાવધ અસત્ય વચનયોગના અનેક પ્રકારના આ ત્રીસ નામ છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં મૃષાવાદના સ્વરૂપ દર્શક ૩૦ નામનું કથન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) લિય :- અસત્ય વચન હોવાથી તેને અલીક કહે છે. (૨) સો:- ધૂર્તજનો દ્વારા આચરિત હોવાથી તેને શઠ કહે છે. (૩) મi - અનાર્ય પુરુષો દ્વારા ભાષણ થતું હોવાથી તેને અનાર્ય કહે છે. (૪) મામોસો :- અસત્ય ભાષણ માયા પૂર્વક થાય છે તેથી તેને માયામૃષા કહે છે.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy