SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર જરા અને વ્યાધિનું ચક્ર તેમાં ફરતું રહે છે. તેમાં જળચર, સ્થળચર, ખેચરના પારસ્પરિક ઘાત-પ્રત્યાઘાતનું દુષ્યક્ર ચાલુ રહે છે. તિર્યંચગતિના દુઃખ તો જગતમાં પ્રત્યક્ષ છે. નરકમાંથી નીકળીને તે બિચારા જીવ તિર્યંચયોનીમાં દીર્ઘકાલ પર્યંત દુઃખને પ્રાપ્ત કરે છે. વિવેચન : આ સૂત્રમાં શાસ્ત્રકારે હિંસાના પરિણામોની પરંપરાનું દર્શન કરાવ્યું છે. હિંસાના પરિણામ સ્વરૂપ તે જીવ નરકના ઘોર દુઃખને દીર્ઘકાલ પર્યત ભોગવે છે. નરકનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે જીવ પ્રાયઃ તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે છે. તિર્યંચગતિમાં પણ તે કૂતરાં, બિલાડા, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા આદિ રૂપે જ જન્મે છે. ત્યાં પણ તેની હિંસકવૃત્તિ રહે છે. તિર્યંચયોનિનાં દુઃખ : ३४ किं ते ? सीउण्ह-तण्हा-खुह-वेयण-अप्पईकार-अडवि-जम्मणणिच्चભવ્ય-વાર-નળ-વદ-વંથળ-તાલા-અંગ-ળવાયા-મિંગળणासाभेयप्पहार दूमण-छविच्छेयण-अभिओग-पावण कसंकुसारणिवाय दमणाणि- वाहणाणि य । मायापिइ-विप्पओग-सोय-परिपीलणाणि य सत्थग्गि-विसाभिघाय-गलगवलावलण-मारणाणि य गलजालुच्छिप्पणाणि य पउलण- विकप्पणाणि य जावज्जीविगबंधणाणि य, पंजरणिरोहणाणि य संज्जूहणिग्घाडणाणि य धमणाणि य दोहणाणि य कुदंडगलबंधाणाणि य वाडगपरिवारणाणि य पंकजलणिमज्जणाणि य वारिप्पवेसणाणि य ओवायणिभंग-विसमणिवडणदवग्गिजालदहणाई य । __एयं ते दुक्खसयसंपलित्ता णरगाओ आगया इहं सावसेसकम्मा तिरिक्ख पचिदिएसु पाविति पावकारी कम्माणि पमाय रागदोसबहुसंचियाइ अईव अस्साय-कक्कसाई । ભાવાર્થ :- તિર્યંચયોનીના દુઃખ કેવા છે? શીત(ઠંડી), ઉષ્ણ (ગરમી), તુષા(તરસ), ક્ષુધા(ભૂખ), વેદનાનો અપ્રતિકાર, જંગલમાં જન્મ લેવો, નિરંતર ભયથી ગભરાતા રહેવું, જાગરણ, વધ, બંધન, તાડન, લોઢાની શલાકા, ચીપીયા આદિને ગરમ કરી નિશાન કરવા, ખાડા આદિમાં પાડવા, હાડકાંનું ભાંગવું, નાક છેદન, ચાબુક, પ્રહાર, સંતાપ, છવિચ્છેદ(અંગોપાંગને છેદાવા), ભારવહન આદિ કામોમાં જોડાવું; કોરડા(ચાબુક) અંકુશ અને આરાડિંડાના આગળના ભાગમાં લાગેલી અણીદાર ખીલી આદિથી કષ્ટ પામવું, ભાર વહન કરવો આદિ અનેક
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy