SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩ર | શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર २९ घेत्तुणबला पलायमाणाणं णिरणुकंपा मुहं विहाडेत्तु लोहदंडेहिं कलकलण्हं वयणसि छुभंति केइ जमकाइया हसंता । तेण दड्डा संता रसंति य भीमाई विस्सराई रुवंति य कलुणगाई पारेवयगा व एवं पलविय-विलावकलुणकंदिय-बहुरुण्णरुइयसद्दो परिदेवियरुद्धबद्धय णारयारवसंकुलो णीसिट्ठो । रसियभणिय-कुविय-उक्कूइय-णिरयपाल तज्जियं, गिण्हक्कम पहर छिंद भिंद उप्पाडेह उक्खणाहि कत्ताहि विकत्ताहि य भंज हण विहण विच्छुब्भोच्छुब्भ आकड्ड-विकड्ड। किं ण जपसिं ? सराहि पावकम्माई दुक्कयाई एवं वयणमहप्पगब्भो पडिसुयासहसंकुलो तासओ सया णिरयगोयराणं महाणगरडज्झमाणसरिसो णिग्घोसो, सुच्चइ अणिट्ठो तहियं णेरइयाणं जाइज्जताणं जायणाहिं । ભાવાર્થ :- નિર્દય, હાંસી કરતા પરમાધામી દેવો ભાગતા તે નારક જીવોને બળજબરીથી પકડી, લોઢાના દંડાથી તેનું મોઢું ફાડી, તેમાં ઉકળતુ સીસુ રેડે છે. ઉકળતું સીસુ રેડાતા તે નારકો બળતરાથી ભયંકર આર્તનાદ કરે છે, રાડો પાડે છે. તે કબૂતરની જેમ કરુણ આક્રંદ કરે છે, આ રીતે પ્રલાપ અને વિલાપ કરે છે, ચિત્કાર કરતાં આંસુ વહાવે છે, વિલાપ કરે છે, વાડામાં બકરાદિને રોકીને બાંધે છે તેમ નરકપાલ તેને રોકે, બાંધે ત્યારે તે આર્તનાદ કરે છે, હાહાકાર કરે છે, બબડે છે, શબ્દ કરે છે. આ રીતે રસિત, ભણિત, કુજિત, ઉત્ક્રજિત નરકપાલ ક્રોધિત થઈ અને ઊંચા અવાજથી તેને ધમકાવે છે. પકડો, મારો, પ્રહાર કરો, છેદી નાંખો, ભેદી નાખો, તેની ચામડી ઉતારો, કાન, નાકાદિ ઈન્દ્રિયો મૂળમાંથી કાપી નાખો, ટુકડા કરી નાખો, ચૂરેચૂરા કરી નાખો, હનન કરો, ફરી પાછા અધિક હનન કરો. તેના મોઢામાં (ગરમાગરમ) સીસ રેડો, કુવા વગેરેમાં ફેંકો, ઊંચે ઉછાળો, વાળાદિ ખેંચીને જમીનમાં ઘસડો, ઊંધા કરો. વધારે ઘસેડો.આવા શબ્દો બોલી તે નરકપાલો નારકીને વધુ દુઃખ આપે છે. નરકપાલ ફટકારતા કહે છે– બોલતા કેમ નથી ? તમારા પાપકર્મોનું, તમારા કુકર્મોનું સ્મરણ કરો. આ પ્રકારે નરકપાલોની અત્યંત કર્કશ ધ્વનિની ત્યાં પ્રતિધ્વનિ થાય છે. નારકજીવોને માટે તે હમેશા ત્રાસજનક હોય છે. જેમ કોઈ મહાનગરમાં આગ લાગે ત્યારે ભારે કોલાહલ થાય તેમ નિરંતર યાતનાઓ ભોગવતા નારકોનો અનિષ્ટ નિર્દોષ ત્યાં સંભાળાતો રહે છે. વિવેચન : પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં નારકોની ઉત્કૃષ્ટ ત્રાસજનક વેદનાનું નિરૂપણ છે. જે મૂળપાઠથી સ્પષ્ટ છે. અહીં કર્મનો અબાધિત સિદ્ધાંત ઉપસી આવે છે. જે વ્યક્તિ જેવા કર્મો કરે તેવા જ ફળ તેને ભોગવવા પડે છે. કર્મફળના વેદનમાં કોઈ ત્રાણ કે શરણરૂપ થઈ શકતું નથી. શાસ્ત્રકારે હિંસાજનક કર્મોનું દારુણ ફળ નારકોની વેદના દ્વારા સમજાવ્યું છે. નારકીય જીવોની ઘોરાતિઘોર યાતનાઓનું શબ્દચિત્ર કેટલું ભીષણ છે? જ્યારે ગળુ તીવ્ર તરસથી સુકાઈ ગયું હોય ત્યારે તેને ઉકાળેલ ગરમાગરમ સીસુ અંજલિમાં આપવું
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy