SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૦ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર તીણ કાંટાવાળા શાલ્મલિવૃક્ષના કાંટા પર તેને ઘસડવામાં આવે છે. વસ્ત્રની જેમ ફાડવામાં આવે છે. લાકડાની સમાન તેને ચીરવામાં આવે છે. તેના હાથ અને પગ જકડી લેવામાં આવે છે. સેંકડો લાકડીઓથી તેના પર પ્રહાર કરવામાં આવે છે. ગળામાં ફાંસી નાખી તેને લટકાવવામાં આવે છે. તેના શરીરને શૂળીના અગ્રભાગથી ભેદવામાં આવે છે. તેને ખોટા આદેશ દઈ ઠગવામાં આવે છે, તેની ભત્ન કરવામાં આવે છે, અપમાનિત કરવામાં આવે છે. પૂર્વભવમાં કરેલા ઘોર પાપો યાદ કરાવી, વધભૂમિમાં ઘસડી જવામાં આવે છે. વધ્ય જીવોને જે દુઃખો આપવામાં આવે તેવા સેંકડો પ્રકારના દુઃખ તેને દેવામાં આવે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં પરમાધામી દેવો દ્વારા અપાતી ભયાનક યાતનાઓનું દિગ્દર્શન છે. પરમાધામી જીવ જ્યારે નારકોને પીડા ઉત્પન્ન કરે છે ત્યારે તે તેના પૂર્વકૃત પાપોની ઉદ્ઘોષણા પણ કરે છે. તેઓને તેના કરેલા પાપોનું સ્મરણ કરાવે છે, નારકોના પૂર્વકૃત પાપ જે કોટિના હોય છે, પ્રાયઃ તેવા પ્રકારની યાતના તેઓને દેવામાં આવે છે. જેમ કે– જે લોકોએ પૂર્વભવમાં જીવતા મરઘા-મરઘીને ઉકળતા પાણીમાં નાંખીને ઉકાળ્યા હોય, તેને કંદુ અને મહાકુંભમાં ઉકાળવામાં આવે છે. જે પાપીજીવોએ અન્ય જીવોનો વધ કરીને માંસ કાપ્યું હોય, શેક્યું હોય, તેને તે પ્રકારે કાપવામાં આવે છે. જે જીવોએ દેવીદેવતા આગળ બકરાં આદિ પ્રાણીઓનો વધ કર્યો હોય તેને બલિની જેમ વધેરવામાં આવે છે. આ જ રીતે પ્રાયઃ અન્ય વેદનાઓના વિષયમાં જાણી લેવું જોઈએ. નારકોની જીવનપર્યત વેદના :२६ एवं ते पुव्वकम्मकयसंचयोवतत्ता णिरयग्गिमहग्गिसंपलित्ता गाढदुक्खं महब्भयं कक्कसं असायं सारीरं माणसं य तिव्वं दुविहं वेएंति वेयणं पावकम्मकारी बहूणि पलिओवम-सागरोवमाणि कलुणं पालेंति ते अहाउयं जमकाइयतासिया य सदं करेंति भीया । ભાવાર્થ :- આ પ્રકારે તે નારક જીવ પૂર્વજન્મમાં કરેલા કર્મોના સંચયથી સંતપ્ત રહે છે. મહા-અગ્નિ સમાન નરકની અગ્નિની તીવ્રતાથી તેઓ બળતા રહે છે. તે પાપકૃત્ય કરનારા જીવ પ્રગાઢ દુઃખમય, ઘોર, ભયાવહ, અતિશય કર્કશ, શારીરિક અને માનસિક બંને પ્રકારની અશાતારૂપ વેદનાનો અનુભવ કરતા રહે છે. અનેક પલ્યોપમ અને સાગરોપમ કાલ સુધી તેઓ કરુણાજનક–દીન અવસ્થામાં આ વેદના ભોગવે છે. આયુષ્ય પર્યત તે યમકાયિકપિરમાધામી] દેવો દ્વારા ત્રાસ પ્રાપ્ત ર્યા કરે છે અને દુસ્સહ વેદનાથી ભયભીત થઈ ચિત્કાર–ચીસો પાડે છે અને રોવે છે. વિવેચન : પ્રસ્તુત પાઠમાં નારકોનાં સબંધમાં અહ૩યં પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પદ સૂચિત
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy