SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૧ વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં નારકોની વેદનાનું કથન કર્યું છે. તેમાં સહુ પ્રથમ ત્યાંની ક્ષેત્ર વેદનાને સ્પષ્ટ કરવા ત્યાંની ભૂમિનું વર્ણન કર્યું છે. ૨૭ નરકભૂમિ–ક્ષેત્રવેદના :– તે ક્ષેત્ર અત્યંત વિસ્તૃત છે. ત્યાંની ભૂમિ કઠોર, ઊંચી–નીચી, વિષમ છે. ત્યાંનો સ્પર્શ અત્યંત કષ્ટકારી છે. ત્યાંની ભૂમિના સ્પર્શથી હજારો વીંછીઓ એક સાથે ડંખતા હોય તેવી તીવ્ર વેદનાનો અનુભવ થાય છે; ત્યાંની ભૂમિ લોહી, માંસ અને ચરબીના કારણે પંકિલ–કીચડમય છે. જોકે ત્યાં ઔદારિક શરીરી જીવો નથી. તેમ છતાં ત્યાંના પુદ્ગલના જ તથાપ્રકારના પરિણમનના કારણે લોહી–માંસ જેવું પ્રતીત થાય છે. તેની દુર્ગંધ અસહ્ય છે. જ્યાં ઉષ્ણ સ્પર્શ હોય ત્યાં ખેરના અંગારાથી અનંતગુણી અધિક ઉષ્ણતા હોય અને શીત સ્પર્શ હોય ત્યાં હિમાલયથી અનંતગુણી અધિક શીતવેદના હોય છે. ત્યાંની ઉષ્ણ અને શીત વેદના વચનાતીત છે. ત્યાં સૂર્ય ચંદ્ર આદિનો પ્રકાશ નથી તેથી ઘોર અંધકાર હોય છે. દેવકૃત વેદના :– ત્યાં પંદર પ્રકારના પરમાધામી દેવો નારકોને ભયંકર ત્રાસ આપે છે. મૂળ પાઠમાં જેનો ઉલ્લેખ જમ પુરિસયમ પુરુષ તરીકે કર્યો છે. તે આ પ્રકારે છે. (૧) અમ્બ(અંબ) :– તે નારકોને ઉપર આકાશમાં લઈ જઈ એકદમ નીચે ફેંકે છે. (૨) અમ્બરીષ :– (અંબરીશ) છરી આદિ શસ્ત્રોથી નારકોના શરીરના ટુકડે ટુકડાં કરી ભઠ્ઠીમાં પકાવવા યોગ્ય બનાવે છે. (૩) શ્યામ :– તે ચાબુકના પ્રહારથી અથવા લાતોથી, ઘૂસ્તાથી, નારકોને મારે છે અને દુઃખજનક જગ્યામાં ફેંકી દે છે. (૪) શબલ :– તે નારક જીવોના શરીરમાંથી, આંતરડા,નસો, અને કાળજા આદિને બહાર કાઢે છે. (૫) રુદ્ર :– ભાલા, બરછી, આદિ ધારદાર શસ્ત્રોમાં નારકોને પરોવે છે. તેને રૌદ્ર પણ કહે છે. તે અતિ ભયંકર હોય છે. (૬) ઉપરુદ્ર :- (વૈરુદ્ર) તે નારકોના અંગોપાંગને ભયંકર રીતે ચીરે છે. (૭) કાલ ઃ– તે નારકોને કડાઈમાં પકાવે છે. (૮) મહાકાલ ઃ– તે નારકોના માંસના ટુકડેટુકડા કરી તેને જબરદસ્તી(પરાણે)થી ખવડાવે છે. (૯) અસિપત્ર :– તે પોતાની વૈક્રિય શક્તિદ્વારા તલવાર જેવા તીક્ષ્ણ પાંદડાવાળા વૃક્ષોનું વન બનાવીને તેના પાંડદા નારકો ઉપર ફેંકે છે અને નારકોના શરીરનાં તલ તલ જેવડાં નાના—નાના ટુકડાં કરી નાંખે છે. (૧૦) ધનુષ • તે ધનુષથી તીક્ષ્ણ બાણ ફેંકી નારકોના કાન-નાક આદિ અવયવોનું છેદન કરે છે. (૧૧) કુમ્ભ ઃ– તે નારકોને કુંભીઓમાં પકાવે છે. (૧૨) બાલુ ઃ– -- • (વાલુ) તે વૈક્રિય લબ્ધિ દ્વારા બનાવેલ કદંબ–રેતી અથવા વજની રેતીમાં નારકોને ચણા
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy