SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો તે તેના સાહિત્યક સ્તરના મૂલ્યાંકનની કસોટી છે. આ દૃષ્ટિથી જ્યારે આપણે પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણ સૂત્રનું અવલોકન કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે ભારતીય વાઙમયમાં તેનું પોતાનું એક અનોખું સ્થાન છે. ભાષાશૈલી : ભાવાભિવ્યક્તિને માટે થયેલી શબ્દયોજના, પ્રાંજલ અને પ્રભાવક છે. તેના દ્વારા વર્ણ વિષયનું સમગ્ર શબ્દચિત્ર પાઠકની સમક્ષ ઉપસ્થિત થાય છે. તેને માટે આપણે પાંચ આશ્રવો અથવા પાંચ સંવરોમાંથી કોઈપણ એકને ઉદાહરણરૂપે જોઈ શકાય છે. દા.ત. હિંસા આશ્રવની ભીષણતાનો બોધ કરાવા માટે નિમ્ન પ્રકારના કર્કશ વર્ણો અને અક્ષરોનો પ્રયોગ કર્યો છે— पावो चंडो .द्दो खुद्दो साहसिओ, अणारिओ णिग्घिणो णिस्संसी महब्भओ पइभओ, अइभओ, बीहणओ, तासणओ, अणज्जो उव्वेयणओ च णिरवयक्खो, णिद्धम्मो णिप्पिवासो, णिक्कलुणो, णिरयवासगमणनिधणो मोहमहाभयपवड्ढओ पयट्टओ, मरणवेमणसो । તેનાથી વિપરીત સત્ય સંવરનું વર્ણન કરવા માટે એવી કોમળ–કાંત પદાવલીનો ઉપયોગ કર્યો છે જે હૃદયસ્પર્શી હોવાની સાથે સાથે માનવ મનમાં નવો ઉલ્લાસ, નવો ઉત્સાહ ઉત્પન્ન કરી દે છે. ઉદાહરણ માટે નિમ્નલિખિત ગદ્યાશ પર્યાપ્ત છે. सच्चवयणं सुद्धं सुचियं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ठ सुपइट्ठियं, सुपइट्ठियजसं सुसंजमियवयणबुइयं, सुरवरनरवसभपवर बलवग सुविहिय जणबहुमयं परम साहुधम्मचरणं तवनियम परिग्गहियं સુાવદવેલાં ૨ લોનુત્તમ વયમિળ, સંક્ષેપમાં ભાષા ભાવને અનુરૂપ છે. અલંકાર ઃ પ્રસ્તુત ગ્રંથમાં સાહિત્યિક અલંકારોનો પણ પ્રયોગ યત્ર તંત્ર પ્રતીત થાય છે. મુખ્યતયા ઉપમા અને રૂપક અલંકારોની બહુલતા છે. તેમ છતાં અન્ય અલંકારોનો 40
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy