SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ બાર અંગસૂત્રોની રચના કરે છે. (શ્રી આચારાંગ સૂત્ર યાવત્ દષ્ટિવાદ સૂત્ર) બાર અંગસૂત્ર મૂળભૂત છે. તેના આધારે પશ્ચાદ્વર્તી અનેક આચાર્યો ધર્મગ્રંથોની રચના કરે છે. તેમાં બાર ઉપાંગ સૂત્ર, ચાર મૂળ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને આવશ્યક સૂત્ર છે. આ રીતે શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાય બત્રીસ આગમ ગ્રંથોને સ્વીકારે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયપિસ્તાલીસ આગમ ગ્રંથોને માને છે અને દિગમ્બરો પણ દ્વાદશાંગીને તો સ્વીકારે જ છે. આ રીતે આગમ સંખ્યા વિષયક ભિન્ન ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે. આગમ સંરક્ષણ – પ્રભુ મહાવીરથી પ્રારંભાયેલી આ પાવન શ્રુત પરંપરા લગભગ ૯૮૦ વર્ષ પર્યત સ્મૃતિ-શ્રુતિ પરંપરાએ જ ચાલતી હતી ત્યાર પછી કાળના પ્રભાવે, સ્મૃતિ દૌર્બલ્યતાના કારણે ધીમે ધીમે ક્ષીણ થવા લાગી. મહાસાગરનું પાણી સૂકાતાં સૂકાતાં ગાયના પગ ડૂબે તેટલું રહ્યું અર્થાત્ સાગર ખાબોચિયું બની ગયું. તે સાધકોને માટે ચિંતાનો વિષય બની ગયો. ત્યાર પછી મહાન ૠતપારગામી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વિદ્વાન શ્રમણોનું એક સંમેલન બોલાવ્યું અને સ્મૃતિ–દોષથી નાશ થતાં આગમજ્ઞાનને સુરક્ષિત તેમજ સાચવીને રાખવાનું આહ્વાન કર્યું. તે સંમેલનમાં સર્વ સંમતિથી આગમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા. જિનવાણીને પુસ્તકારૂઢ કરવાના આ ઐતિહાસિક કાર્યથી વસ્તુતઃ આજની સમગ્ર જ્ઞાનપિપાસુ પ્રજા માટે એક અવર્ણનીય ઉપકાર સિદ્ધ થયો. સંસ્કૃતિ, દર્શન, ધર્મ તથા આત્મવિજ્ઞાનની પ્રાચીનતમ જ્ઞાનધારાને પ્રવાહમાન રાખવાનો આ ઉપક્રમ વીરનિર્વાણના ૯૮૦ યા ૯૯૩ વર્ષ પછી પ્રાચીન નગરી વલ્લભી(સૌરાષ્ટ્ર)માં આચાર્ય શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના નેતૃત્વમાં સંપન્ન થયો. આગમોને લિપિબદ્ધ કરવાનો તે પ્રથમ પ્રયાસ હતો. આજે પ્રાપ્ત જૈન સૂત્રોનું અંતિમ સ્વરૂપ આ વાચનામાં સંપન્ન કરવામાં આવ્યું હતું. પુસ્તકારૂઢ થયા પછી આગમોનું સ્વરૂપ મૂળરૂપમાં તો સુરક્ષિત થઈ ગયું. પરંતુ કાળદોષ, શ્રમણ સંઘોના આંતરિક મતભેદ, સ્મૃતિ દુર્બળતા, પ્રમાદ તેમજ ભારતભૂમિ પર બહારના આક્રમણોને કારણે વિપુલ જ્ઞાનભંડારોનો નાશ આદિ અનેકાનેક કારણોથી આગમજ્ઞાનની વિપુલ સંપત્તિ નાશ પામી. વિક્રમની ૧૬મી સદીમાં ક્રાન્તિવીર શ્રી લોકાશાહે આ દિશામાં ક્રાન્તિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ મૂળપાઠ અને તેના યથાર્થ અર્થજ્ઞાનને તૈયાર કરવાનો | 31
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy