SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એક દિવસ લક્ષ્મણજી ફરતાં-ફરતાં તે વનપ્રદેશમાં પહોંચ્યાં કે જ્યાં ખરદૂષણનો પુત્ર શંક વાંસના જંગલોમાં એક વૃક્ષ સાથે પગબાંધીને ઊંધો લટકી ચંદ્રહાસખડગ મેળવવાની વિદ્યા સિદ્ધ કરી રહ્યો હતો. વિદ્યાસિદ્ધિનો સમય નજીક આવતાં ખડગ આકાશમાંથી ઊતરી રહ્યું હતું. વનમાં ફરવા નીકળેલા લક્ષ્મણે આકાશમાં લટકતા ચમકતા ચંદ્રહાસખડગને જોયું અને કુતૂહલવશ હાથમાં લીધું અને તેનો ચમત્કાર જોવાની ઈચ્છાથી તેને વાંસના જંગલ પર ચલાવ્યું. સંજોગોવશ ખરદૂષણ અને ચંદ્રનખાના પુત્ર તથા રાવણનો ભાણેજ શંબુકકુમારને આ ખડગ વાળ્યું. વાંસની સાથે—સાથે તેનું પણ માથુ કપાઈ ગયું. જ્યારે લક્ષ્મણજીને આ ખબર પડી ત્યારે તેમને ખુબ પશ્ચાત્તાપ થયો. તેમણે રામચંદ્રજી પાસે જઈને આખો વૃતાંત સંભળાવ્યો. તેમને પણ દુઃખ થયું. તેઓ સમજી ગયા કે લક્ષ્મણે એક ખૂબ મોટી વિપત્તિને ઊભી કરી છે. જ્યારે શંબુકકુમારના મૃત્યુના સમાચાર તેની માતા ચંદ્રનખાએ જાણ્યા ત્યારે તે પણ અતિ ક્રોધાયમાન થઈ અને પુત્રઘાતક સાથે બદલો લેવા માટે તે પર્ણકુટીમાં આવી પહોંચી. જ્યાં રામ-લક્ષ્મણ બેઠા હતા. તે આવી તો હતી બદલો લેવા પરંતુ ત્યાં તે રામ-લક્ષ્મણના દિવ્ય રૂપને જોઈને તેમના પર મોહિત થઈ ગઈ. તેણે વિધાના પ્રભાવથી સુંદર યુવતીનું રૂપ બનાવી લીધું અને કામજ્વરથી પીડિત થઈને એકવાર રામ પાસે તો બીજીવાર લક્ષ્મણ પાસે કામાગ્નિ શાંત કરવાની પ્રાર્થના કરી પરંતુ સ્વદારસંતોષી, પરસ્ત્રીત્યાગી રામ-લક્ષ્મણે તેની આ તુચ્છ પ્રાર્થના સ્વીકારી નહીં. પુત્રના વધથી અને પોતાની ઈચ્છાપૂર્તિના અભાવથી ચંદ્રનખાનો રોષ ભભૂકવા લાગ્યો. તે સીઘી પોતાના પતિ ખરદૂષણની પાસે આવી અને પુત્રવધની આખી વાત કહી સંભળાવી. તે વાત સાંભળીને ખરદૂષણ કોપજ્વાલાથી દગ્ધ ચઈને વૈરનો બદલો લેવા માટે દંડકારણ્યમાં પહોંચ્યો. લક્ષ્મણ અને ખરદૂષણ વચ્ચે યુદ્ધ થયું. લંકાધીશ રાવણને જયારે પોતાના ભાણેજના વધના સમાચાર મળ્યાં ત્યારે તે પણ લંકાપુરીથી આકાશમાર્ગ દ્વારા દંડકવનમાં પહોંચી ગયો. ત્યાં સીતાનું રૂપ જોઈને તે મોહિત થયો. તેની વિવેકબુદ્ધિ નષ્ટ થઈ, પોતાના ઉજ્જવળ કુળને કર્યોકેત થવાની પરવાહ કર્યા વિના તેણે સીતાહરણનો કુવિચાર કર્યો. સન્નિપાતના રોગીની જેમ કાર્મોન્મત રાવણ સીતાને પ્રાપ્ત કરવાના ઉપાય વિચારવા લાગ્યો. તેને એક ઉપાય સૂઝ્યો. તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી જ્યાં લક્ષ્મણ સંગ્રામ કરી રહ્યા હતા, તે તરફ મોટેથી સિંહનાદનો ધ્વનિ કર્યો. રામ આ સાંભળી ચિંતામાં પડી ગયા કે લક્ષ્મણ મોટી વિપત્તિમાં ફસાયો છે. અતઃ તેણે મને બોલાવવા માટે પૂર્વસંસ્કૃતિત સિંહનાદ કર્યો છે. તેથી તેઓ સીતાને એકલી મૂકીને તરત લક્ષ્મણની મદદને માટે નીકળી પડયા. રાવણ આ અવસરની જ પ્રતીક્ષામાં હતો. એકલી સીતાની પાસે પહોંચ્યો અને સીતાને ઊપાડીને પોતાના વિમાનમાં બેસાડી, આકાશ માર્ગથી લંકાની તરફ ભાગવા લાગ્યો. સીતાનો વિલાપ અને રુદન સાંભળી રસ્તામાં જટાયુ પક્ષીએ વિમાનને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તેની પાંખ કાપીને તેને રાવણે નીચે પાડી દીધો અને સીતાને લઈને ઝડપથી લંકા પહોંચ્યો. ત્યાં તેને અશોકવાટિકામાં રાખી. રાવણે સીતાને અનેક પ્રલોભન આપી તથા ભય બતાવીને પોતાને અનુકૂળ બનાવવાની ખૂબ ચેષ્ટા કરી. પરંતુ સીતા સદાચારના માર્ગથી ચલિત થઈ નહીં. અંતે તેણે વિદ્યા પ્રભાવથી શ્રીરામનું કપાયેલું માથું પણ બતાવ્યું અને કહ્યું કે હવે રામચંદ્ર આ સંસારમાં નથી, તું મને સ્વીકારી લે. સીતા એકની બે ન થઈ, તેણે રામ સિવાય અન્ય પુરુષને પોતાના મનમાં સ્થાન ન આપ્યું. રાવણને પણ તેણે અનુકૂળ—પ્રતિકૂળ અનેક વચનોથી અધમકૃત્ય ન કરવા સમજાવ્યો પરંતુ તે પણ પોતાની હઠ પર અડગ રહ્યો. તે ૨૭૦
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy