SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ श्रुतध-२/अध्ययन-५ । २४७ । पुणरवि फासिदिएण फासिय फासाई अमणुण्णपावगाइं । किं ते ? अणेगवह-बंध-तालणंकण-अइभारारोवणए, अंगभंजण-सूई-णखप्पवेसगायपच्छणण लक्खारस-खार-तेल्ल-कलकलंत-तउय-सीसग-काल लोहसिंचण-हडिबंधण-रज्जुणिगल-संकल-हत्थंडुय-कुंभिपागदहणसीहपुच्छण-उब्बंधण- सूलभेय गयचलणमलण-करचरण-कण्ण-णासोट्ठसीसच्छेयण जिब्भच्छेयण-वसण णयण-हियय-दंतभंजण-जोत्तलय- कसप्पहारपाय-पण्हि-जाणु-पत्थर-णिवाय-पीलण-कविकच्छु-अगणि-विच्छुयडक्कवायातव-दंसमसग-णिवाए दुट्टणिसज्ज-दुण्णि सीहिय- दुब्भि-कक्खड-गुरुसीय-उसिण लुक्खेसु बहुविहेसु अण्णेसु य एवमाइएसु फासेसु अमणुण्णपावगेसु ण तेसु समणेण रूसियव्वं, ण हीलियव्वं, ण णिदियव्वं, ण गरहियव्वं, ण खिंसियव्वं, ण छिंदियव्वं, ण भिंदियव्वं, ण वहेयव्वं, ण दुगंछा वत्तियव्वं च लब्भा उप्पाएउं । __एवं फासिंदियभावणाभाविओ भवइ अंतरप्पा, मणुण्णामणुण्ण-सुब्भिदुब्भिरागदोसपणिहियप्पा साहू मणवयणकायगुत्ते संवुडेणं पणिहितिदिए चरिज्ज धम्म । ભાવાર્થ :- સ્પર્શેન્દ્રિયથી મનોજ્ઞ અને સુંવાળા સ્પર્શને સ્પર્શી રાગભાવ ધારણ કરે નહીં. તે મનોજ્ઞ સ્પર્શ કયા છે? જલમંડપ–ઝરણાવાળા મંડ૫; હાર, શ્વેત ચંદન, શીતલ, નિર્મલપાણી, વિવિધ પુષ્પોની શય્યા, ખસખસ, મોતી, પદ્મનાલ, ચંદ્રની ચાંદની, મોરપીંછ, તાડનો પંખો; વિંજણાથી કરાયેલ શીતલ પવન; ઉનાળામાં સુખદ સ્પર્શયુક્ત અનેક પ્રકારના શયનો અને આસનો; શીતકાલમાં આવરણ ગુણયુક્ત અર્થાત્ ઠંડીથી રક્ષણ આપનાર વસ્ત્રાદિ, અંગારાથી શરીરને તપાવનાર તાપ; સ્નિગ્ધ તેલ વિગેરે પદાર્થ; કોમલ અને શીતલ, ગરમ અને હલકા, જે ઋતુને અનુકૂળ, સુખદાઈ–સ્પર્શ; શરીરને સુખ અને મનને આનંદ દેનાર હોય એવા સર્વ સ્પર્શોમાં તથા આવા પ્રકારના અન્ય મનોજ્ઞ અને સુંદર સ્પર્શોમાં શ્રમણ આસક્ત બને નહીં; અનુરક્ત બને નહીં; પૃદ્ધ બને નહીં, તેને પ્રાપ્ત કરવાની અભિલાષા પણ કરે નહીં. તેમાં મુગ્ધ બને નહીં, પોતાના અને પારકાના હિતનો વિઘાત કરે નહીં, લુબ્ધ બને નહીં, ચિત્ત તલ્લીન કરે નહીં. તેમાં સંતોષની અનુભૂતિ કરે નહીં, હસે નહીં કે તેનું સ્મરણ અથવા વિચાર પણ કરે નહીં. તેમજ સ્પર્શેન્દ્રિયથી અમનોજ્ઞ અને અસુંદર સ્પર્શોને સ્પર્શીને દ્વેષ કરે નહીં. તે સ્પર્શ કયા છે ? વધ, બંધન, તાડન, થપ્પડ, આદિનો પ્રહાર; અંકન-તપાવેલા લોઢાના સળીયા વડે શરીર પર ડામ દેવારૂપ નિશાન; શરીરના અંગનું છેદન; સોયને નખમાં ભોંકી દેવી; વાંસલા આદિથી શરીરના અવયવોને છોલવા; ગરમ લાખના રસથી, ક્ષાર યુક્ત પદાર્થથી તપાવેલા તેલથી,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy