SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૮ ] શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર હર્ષ અને દુઃખમાં શોકથી દૂર રહે છે. બંન્ને પરિસ્થિતિમાં સમાન રહે છે. તે આત્યંતર તથા બાહ્ય તારૂપી ઉપધાનમાં સમ્યક પ્રકારે ઉધત રહે છે; ક્ષમાવાન, ઈન્દ્રિયોના વિજેતા; સ્વકીય અને પરકીય હિતમાં નિરત; ઈર્યાસમિતિ, ભાષા સમિતિ, એષણાસમિતિ, આદાનભાંડમાત્રનિક્ષેપણ સમિતિ અને મળ, મૂત્ર, શ્લેષ્મ, સિંઘાણ, નાસિકામલ, જલ, શરીરમળ વગેરેના પ્રતિષ્ઠાપનની સમિતિથી સંપન્ન; મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી યુક્ત; વિષયોથી વિમુખ, ઈન્દ્રિયોનું ગોપન કરનારા, બ્રહ્મચર્યની ગુપ્તિથી યુક્ત; સર્વ સંગના ત્યાગી; રજુની જેમ સરલ; તપસ્વી, ક્ષમાગુણના કારણે સહનશીલ; જિતેન્દ્રિય, સગુણથી શોભિત અથવા શોધિત; નિદાનથી રહિત, ચિત્તવૃત્તિને સંયમની પરિધિની બહાર ન જવા દેનારા; મમત્વથી વિમુખ; અકિંચન-સંપૂર્ણ રૂપે નિષ્પરિગ્રહી; સ્નેહના બંધનને તોડનારા અને કર્મના લેપથી દૂર રહેનારા હોય છે. વિવેચન : પ્રસ્તુત પાઠમાં સાધુના આંતરિક જીવનનું અને બાહ્યાચારનું અત્યંત સુંદર અને ભવ્ય ચિત્ર અંકિત કર્યું છે. સાધુના સમગ્ર આચરણનો સાર સમભાવ અને સ્વરૂપ રમણતા છે. સાધુએ ક્રોધાદિ કષાયોથી, મમત્વભાવ કે આસક્તિના બંધનથી મુક્ત થઈ સંપૂર્ણ અકિંચનવૃત્તિને ધારણ કરવી. બાહ્ય પદાર્થોનો સર્વથા ત્યાગ કરી ક્રમશઃ આગળ વધતા કર્મ અને નોકર્મરૂપ શરીરનો પણ ત્યાગ કરીને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે જ તેનો પુરુષાર્થ હોય છે. સૂત્ર કથિત સાધ્વાચાર ભાવાર્થથી સ્પષ્ટ થઈ જાય નિગ્રંથોની ૩૧ ઉપમાઓ :१० सुविमलवरकसभायणं व मुक्कतोए । संखे विव णिरंजणे, विगयरागदोस मोहे । कुम्मो विव इंदिएसु गुत्ते । जच्चकंचणगं व जायरूवे । पोक्खरपत्तं व णिरुवलेवे । चंदो विव सोमभावयाए सूरोव्व दित्ततेए । अचले जह मंदरे गिरिवरे अक्खोभे सागरो व्व थिमिए । पुढवी व्व सव्वफाससहे । तवसा च्चिय भास- रासिछण्णिव्व जायतेए ।जलिय-हुयासणे विव तेयसा जलंते । गोसीसचंदणं विव सीयले सुगंधे य । हरयो विव समियभावे । उग्घसियसुणिम्मलं व आयसमंडलतलं पागडभावेण सुद्धभावे । सोंडीरे कुंजरोव्व । वसभेव्व जायथामे । सीहेव्व जहा मियाहिवे होइ दुप्पधरिसे । सारयसलिलं व सुद्धहियए । भारंडे चेव अप्पमत्ते । खग्गिविसाणं व एगजाए। खाणुंचेव उड्डकाए । सुण्णागारेव्व अपडिकम्मे । सुण्णागारावणस्संतो णिवायसरणप्पदीवज्झाणमिव णिप्पकंपे । जहा खुरो चेव एगधारे । जहा अही चेव
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy