SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતસ્કંધ-અધ્યયન-૫ ૨૩૫ ] રોગાનંકમાં પણ ઔષધ સંગ્રહનો નિષેધ :| ७ जं पि य समणस्स सुविहियस्स उ रोगायंके बहुप्पकारंमि समुप्पण्णे वायाहिग- पित्तसिंभ(घ)-अइरित्तकुविय-तहसण्णिवायजाए व उदयपत्ते उज्जल-बल-विउल कक्खडपगाढदुक्खेअसुभकडुयफरुसे चंडफलविवागे महब्भये जीवियतकरणे सव्वसरीरपरितावणकरे ण कप्पइ तारिसे वि अप्पणो [तह] परस्स वा ओसहभेसज्ज भत्तपाण च त पि सण्णिहिकय । ભાવાર્થ :- સુવિહિત-આગમાનુકૂલ ચારિત્રનું પાલન કરનાર સાધુને જો અનેક પ્રકારના જ્વર આદિ રોગ અને આતંક–જીવનને સંકટમાં નાંખનારી વ્યાધિ ઉત્પન્ન થાય; વાત, પિત્ત અથવા કફનો અતિશય પ્રકોપ થાય; સન્નિપાત–ઉક્ત બે અથવા ત્રણ દોષોનો એક સાથે પ્રકોપ થઈ જાય; ઉજ્જવળ-સુખના લેશમાત્રથી રહિત, વિપુલ-દીર્ઘકાળ પર્યત ભોગવવા યોગ્ય અથવા કર્કશ-અનિષ્ટ અને પ્રગાઢ–અત્યંત દુઃખ ઉત્પન્ન થાય; તે દુઃખ અશુભ, અનિષ્ટ, કઠોર, દારુણ ફળ દેનાર હોય; ભયંકર અથવા જીવનનો અંત કરનાર હોય; સમગ્ર શરીરમાં પરિતાપ જનક દુઃખ ઉત્પન્ન થાય તોપણ સ્વયં પોતાના માટે અથવા અન્ય સાધુને માટે ઔષધ, ભેષજ કે આહાર, પાણીનો સંચય કરવો કલ્પનીય નથી. વિવેચન : કસોટીના પ્રસંગે પણ અપરિગ્રહ મહાવ્રતના આરાધકની ધૈર્યતા કેવી હોવી જોઈએ ? તે વિષયને સૂત્રકારે સ્પષ્ટ કર્યો છે. પૂર્વકથિત કોઈ સામાન્ય પરિસ્થિતિમાં કોઈ સ્વસ્થ સાધુ આહાર પાણી કે ઔષધાદિનો સંચય ન કરે પરંતુ મારણાંતિક કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ આહાર પાણી તો નહીં પરંતુ ઔષધ-ભેષજનો પણ સંચય સાધુ કરતા નથી. પરિગ્રહ ત્યાગની આ ઉચ્ચતમ અવસ્થા છે. સાધુના ઉપકરણ : ८ जंपिय समणस्स सुविहियस्स उपडिग्गहधारिस्स भवइ भायण- भंडोवहिउवगरणं पडिग्गहो पायबंधणं पायकेसरिया पायठवणंच पडलाइं तिण्णेव, रयत्ताणं च गोच्छओ, तिण्णेव य पच्छागा, रयहरण- चोलपट्टग- मुहणंतगमाईयं । एयं पि य संजमस्स उववूहणट्ठयाए वायायव- दस- मसग- सीय-परिरक्खणट्ठयाए उवगरणं रागदोसरहियं परिहरियव्वं, संजएण णिच्चं पडिलेहण पप्फोडणपमज्जणाए अहो य राओ य अप्पमत्तेण होइ सययं णिक्खिवियव्वं च गिहियव्वं च भायण भंडोवहि-उवगरणं ।
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy