SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ** ખરું પૂછો તો આપણા શાસ્ત્રોનું મૂલ્યાંકન કલા દષ્ટિએ પણ થવું જોઈએ. એ જ રીતે કાવ્ય રૂપે કે સાહિત્ય રૂપે આ અતિ ઉત્તમ સાહિત્ય છે તેવું આપણા સંતોએ કે અન્ય વિદ્વાનોએ જાણવું અતિ જરૂરી છે. આજે તો એ શંકા થાય છે કે આપણા વર્તમાન પ્રવચનકાર સાધુ–સાધ્વીઓ શાસ્ત્રોને ગહન રીતે વાંચે કે વિચારે છે કે સાધારણ કથાનકો વાંચીને પ્રવચન આપે છે. શાસ્ત્રના બધા ભાવ જો પ્રગટ થાય તો વર્તમાન યુગમાં આપણા શાસ્ત્રો ઘણા જ ઉપયોગી અને સમાજને એક નવી દિશા આપી શકે તેમ છે. પ્રશ્નવ્યાકરણનો વ્યાવહારિક પક્ષ એક નવી રીતે વર્ણવાયો છે. જગતનો સામાન્ય જનસમૂહ વ્યવહાર દષ્ટિને મુખ્યત્વે સમજે છે, માને છે અને વળગી રહે છે અને વ્યવહાર પક્ષ શુદ્ધ થયા પછી જ અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ થાય છે. આજના સામાન્ય જીવો વ્યવહાર પક્ષને મૂકીને સીધી આત્માની વાતો કરવા લાગ્યા છે; ધ્યાન સમાધિની વાતો કરીને ઊડવા લાગ્યા છે. પરંતુ જે વૃક્ષનું મૂળ મજબૂત ન હોય કે જે પક્ષીની પાંખ મજબૂત ન હોય તે પડી જવાના લક્ષણવાળા છે. તે જ રીતે વ્યવહાર પક્ષની મજબૂતી વિના અથવા વ્યવહાર પક્ષને સમજ્યા વિના, સાધ્યા વિના વાતોમાં આવી જનારા સાધકો પતન તરફ જાય તેમાં નવાઈ નથી. પ્રશ્નવ્યાકરણનો આખો આશ્રવદ્વાર કેવા–કેવા આશ્રવોથી જીવ ઘેરાય છે તેનું વિશદ વર્ણન કરે છે. આશ્રવારો બંધ ન થાય કે વધારે સ્થિતિવાળા તીવ્ર કષાયરૂપ આશ્રવોના દરવાજા બંધ ન થાય તો અંદરમાં મેલ આવતો જ રહેવાનો, પાણી ડહોળુ જ રહેવાનું, તેમાં શુદ્ધ જ્ઞાનની કલ્પના જ અસ્થાને છે. ફક્ત જ્ઞાનની વાતો કરનારા કે ધ્યાનની વાતો કરનારા આશ્રવને છોડી સંવરનું અવલંબન ન કરે ત્યાં સુધી તે શુદ્ધ જ્ઞાનનો આસ્વાદ લઈ શકતા નથી. પ્રશ્નવ્યાકરણ સૂત્ર વસ્તુતઃ સાધનાની પાયાની ભૂમિકા જેવું છે અને એક–એક આશ્રવદ્વારનું વિશદ વર્ણન કરી વ્યવહાર જગતમાં ચાલતા બધા અનર્થોને ભિન્ન ભિન્ન શબ્દોથી આવરી લીધા છે. હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ ઈત્યાદિ આશ્રવોને સમજવા માટે એક–એક અવ્રતના ત્રીસ–ત્રીસ નામ આપ્યા છે અર્થાત્ ૩૦ પર્યાય શબ્દોથીસમજાવ્યા છે અને સાહિત્ય અંગે ખૂબ જ વિસ્તારથી વર્ણન કર્યું છે. જેમાંથી આપણે એક અદત્તાદાનનો પેરેગ્રાફ જોશું.(જોકે આ આખો પેરેગ્રાફ શાસ્ત્રના અનુવાદમાં આવી જ જવાનો છે. જેથી ફરીથી લખવાનું પ્રયોજન રહેતું નથી પરંતુ અહીં થોડો ઉલ્લેખ કરી આપણે યાવત્ શબ્દથી પેરેગ્રાફનું સમાપન કરશું. AB 22
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy