SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–ર/અધ્યયન–૪ ૨૦૭ શિવ-૫ક્રયાÇ I ૧૪મ-૨ -સયળાસળ-ધર-જુવાર-ગળ-આITH-નવવધ-સાલअभिलोयण-पच्छ्वत्थुग-पसाहणग- ण्हाणिगावगासा, अवगासा जे य वेसियाणं, अच्छंति य जत्थ इत्थियाओ अभिक्खणं मोहदोस- रइरागवड्डणीओ, कहिंति य कहाओ बहुविहाओ, ते वि हु वज्जणिज्जा । इत्थि-संसत्त संकिलिट्ठा, अण्णे वि य एवमाई अवगासा ते हु वज्जणिज्जा । जत्थ मणोविब्भमो वा भंगो वा भंसणा [भसंगो] वा अट्टं रुद्दं च हुज्ज झाणं तं तं वज्जेज्जऽवज्जभीरू अणाययणं अंतपंतवासी । एवमसंसत्तवासवसही समिइ - जोगेण भाविओ भवइ अंतरप्पा, आरयमण- विरयगामधम्मे जिइंदिए बंभचेरगुत्ते । ભાવાર્થ :- ચોથા બ્રહ્મચર્ય વિરમણ વ્રતની રક્ષા માટે આ પાંચ ભાવનાઓ છે. પ્રથમ ભાવના આ પ્રકારે છે– શય્યા, આસન, ગૃહદ્વાર(ઘરનો દરવાજો), આંગણું, ગવાક્ષ–ઝરૂખા, શાળા–સામાન રાખવાનો રૂમ, અભિલોકન–બેસીને જોવાનું ઊંચું સ્થાન, પશ્ચાતગૃહ—પછવાડું, પ્રસાધનક અથવા શૃંગાર સ્થાન, સ્નાનગૃહ ઈત્યાદિ સર્વ સ્થાન–સ્ત્રી સંસક્ત–નારીના સંસર્ગયુક્ત હોવાથી વર્જનીય છે. તે સિવાય વેશ્યાઓનું સ્થાન તેમજ જ્યાં સ્ત્રીઓ ઊઠતી–બેસતી હોય; વારંવાર મોહ, દ્વેષ, કામરાગ અને સ્નેહરાગ વર્ધક કથા વાર્તા થતી હોય; તે સ્થાનનો ત્યાગ કરે. તે ઉપરાંત સ્ત્રીના સંસર્ગના કારણે સંક્લિષ્ટ—સંક્લેશ યુક્ત જે સ્થાન હોય તેનો ત્યાગ કરે. જ્યાં રહેવાથી મનમાં વિભ્રમ-ચંચળતા ઉત્પન્ન થાય, બ્રહ્મચર્યનો ભંગ થાય અથવા આંશિક રૂપે ખંડન થાય, આર્ત કે રૌદ્ર ધ્યાન થાય, તે તે અનાયતનો—અયોગ્ય સ્થાનનો પાપભીરુ-બ્રહ્મચારી ત્યાગ કરે. આ રીતે અસંસક્તવાસ–સ્ત્રીઓના સંસર્ગ યુક્ત સ્થાનના ત્યાગરૂપ સમિતિના યોગથી યુક્ત અંતઃકરણવાળા સાધક બ્રહ્મચર્યની મર્યાદાવાળા તથા ઈન્દ્રિયના વિષયોથી વિરક્ત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યથી ગુપ્ત–સુરક્ષિત હોય છે. ર. સ્ત્રીકથા વર્જન : ७ बिइयं - णारीजणस्स मज्झे ण कहियव्वा कहा - विचित्ता विब्बोयविलास - संपउत्ता हाससिंगार - लोइयकहव्व मोहजणणी, ण आवाह-विवाह
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy