SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–૨/અધ્યયન-૪ _ ૨૦૫ | બહાચર્ચ વિઘાતક નિમિત્ત અને રક્ષાના અમોઘ ઉપાયો - | ४ जेण सुद्धचरिएण भवइ सुबंभणो सुसमणो सुसाहू । स इसी, स मुणी, स संजए, स एव भिक्खु, जो सुद्धं चरइ बंभचेरं । इमं च रइ-राग-दोस- मोहपवड्डणकर, किं मज्झ-पमायदोसपासत्थ-सील करणं अब्भंगणाणि य तेल्लमज्जणाणि य अभिक्खणंकक्ख-सीस-कर-चरण वयण-धोवण-संबाहणगायकम्म-परि मद्दणा णुलेवण-चुण्णवास-धुवण-सरीर-परिमंडण-बाउसियહલિય-ભય-પદ્ય - વા–ડિપટ્ટ-ગc–મ વેચ્છા-વેલંબા ગાળ य सिंगारागाराणि य अण्णाणि य एवमाइयाणि तव-संजम-बंभचेर-घाओवघाइयाई अणुचरमाणेणं बंभचेर वज्जियव्वाइं सव्वकालं । ભાવાર્થ :- બ્રહ્મચર્ય મહાવ્રતનું નિર્દોષ રીતે પાલન કરનાર સુબ્રાહ્મણ, સુશ્રમણ અને સુસાધુ કહેવાય છે. જે શુદ્ધ બ્રહ્મચર્યનું આચરણ કરે છે તે ઋષિ અર્થાત્ તત્વદેષ્ટા છે. તે મુનિ-તત્વનું વાસ્તવિક મનન કરનાર છે. તે સંયત અને સાચા ભિક્ષુ છે. બ્રહ્મચર્યના પાલન કરનારા પુરુષોએ નિમ્નોક્ત વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. રતિ-ઈન્દ્રિયોના વિષયો પ્રતિ રાગ; પારિવારિકજનો પ્રત્યે સ્નેહ, દ્વેષ અને મોહ અજ્ઞાનની વૃદ્ધિ કરનાર, પ્રમાદ દોષ તથા પાર્થસ્થ-શિથિલાચારી સાધુઓના શીલ–આચાર, ઘી આદિનું માલિશ; તેલ લગાવીને સ્નાન કરવું; વારંવાર બગલ, મસ્તક, હાથ, પગ, અને મુખ વગેરે ધોવા; માલિશ કરવું; પગ આદિ દબાવવા, પગચંપી કરાવવી; પરિમર્દન કરવું; સમગ્ર શરીર મસળવું; સાબુ લગાવવો, લેપ કરવો; સુગંધિત ચૂર્ણ–પાવડરથી શરીરને સુગંધિત બનાવવું, અગર વગેરે સુગંધી દ્રવ્યોનો ધૂપ દેવો; શરીરને મંડિત કરવું; શોભાયુક્ત બનાવવું; બાકુશિક કર્મો કરવા; નખ, વાળ, અને વસ્ત્રોને શોભાયુક્ત બનાવવા; હાંસી, ઠઠ્ઠા-મશ્કરી કરવી, વિકારયુક્ત ભાષણ કરવું; નાટય, ગીત, વાજીંત્ર, નટો, નૃત્યકારો અને જલ્લો-દોરી પર રમત દેખાડનારાઓ, મલ્લો- કુસ્તીબાજોના તમાસા જોવા તથા એવા પ્રકારની અન્ય પ્રવૃત્તિ જે શૃંગારના સ્થાન છે, જેનાથી તપશ્ચર્યા, સંયમ અને બ્રહ્મચર્યનો ઉપઘાત–આંશિક વિનાશ અથવા ઘાત–પૂર્ણતઃ વિનાશ થાય છે. બ્રહ્મચર્યનું આચરણ કરનારાઓએ સદાને માટે આવા કાર્યોનો ત્યાગ કરવો જોઈએ. |५ भावियव्वो भवइ य अंतरप्पा इमेहिं तव णियम सील जोगेहिं णिच्चकालं । किं ते? अण्हाणग-अदंतधावण-सेय-मल-जल्लधारणं मूणवय-केसलोयखम-दम-अचेलग-खुप्पिवासलाघव-सीउसिण- कट्ठसिज्जा-भूमिणिसिज्जापरघरपवेस-लद्धावलद्ध-माणावमाण- जिंदण- दसमसग-फास-णियमतव-गुण-विणय-माइएहिं जहा से थिरतरगं होइ बंभचेर । इमं च अबंभचेर-विरमण-परिरक्खणट्टयाए पावयणं भगवया सुकहियं
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy