SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ | २०२ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થાત્ પાંચે ઈન્દ્રિયોમાં આસક્ત થઈને કોઈ પણ અનુષ્ઠાન કે આરાધના શક્ય નથી. એક અપેક્ષાએ વિષયોની વિરક્તિથી જ સાધનાનો પ્રારંભ થાય છે અને તે જ સાધના ક્રમશઃ આગળ વધતા અજર, અમર, અવિનાશી પદની પ્રાપ્તિ કરાવે છે. સૂત્રકારે અનેક ઉપમાથી બ્રહ્મચર્યનું મહાભ્ય પ્રગટ કર્યું છે. તળાવની પાળ, ચક્રની નાભિ, વૃક્ષનું થડ, પ્રાકારની અર્ગલા, ઈન્દ્રધ્વજ આદિ ઉપમા મૂળપાઠથી જ સ્પષ્ટ છે. મૂળના નાશથી વૃક્ષનો નાશ, પાયાના નાશથી સમસ્ત ઈમારતનો નાશ થાય, તે જ રીતે બ્રહ્મચર્યના નાશથી તે સાધકના ઘોર, વ્રત, તપ, જપ આદિ સમસ્ત નિષ્ફળ જાય છે. भूण पाठमां ब्रह्मययन भाटे 'सया विसुद्ध' विशेषानो प्रयोग ४२वामां आवेस छ.टी. તેનો અર્થ સદા અર્થાત્ 'કુમાર આદિ સર્વ અવસ્થાઓમાં કર્યો છે. બ્રહ્મચર્ય ઉત્તમોત્તમ ધર્મ છે અને તે પ્રત્યેક અવસ્થામાં આચરણીય છે. આહંત પરંપરામાં તથા પ્રત્યેક પરંપરાઓમાં પણ બ્રહ્મચર્યનો અસાધારણ મહિમા ગવાયો છે અને અવિવાહિત મહાપુરુષોએ પ્રવ્રજ્યા અર્થાતુ સંન્યાસ ગ્રહણ કર્યાના અગણિત ઉદાહરણ ઉપલબ્ધ છે. બત્રીસ ઉપમાઓથી મંડિત બહાચર્ય :| २ | तं बंभं भगवंतं- गहगणणक्खत्ततारगाणं वा जहा उडुवई । मणिमुत्तसिलप्पवालरत्तरयणागराणं च जहा समुद्दो । वेरुलिओ चेव जहा मणीणं । जहा मउडो चेव भूसणाणं । वत्थाणं चेव खोमजुयलं । अरविंदं चेव पुप्फजेटुं । गोसीसं चेव चंदणाणं । हिमवंतो चेव ओसहीणं । सीतोदा चेव णिण्णगाणं । उदहीसु जहा सयंभूरमणो । रुगयवरे चेव मंडलियपव्वयाणं पवरे । एरावण इव कुंजराणं । सीहोव्व जहा मियाणं पवरे । सुवण्णगाणं चेव वेणुदेवे । धरणो जहा णागिंदराया । कप्पाणं चेव बंभलोए । सभासु य जहा भवे सुहम्मा । ठिइसु लवसत्तमव्व पवरा । दाणाणं चेव अभयदाणं । किमिराउ चेव कंबलाणं । संघयणे चेव वज्जरिसहे । संठाणे चेव समचउरंसे । झाणेसु य परम सुक्कज्झाणं । णाणेसु य परमकेवलं तु पसिद्धं । लेसासु य परमसुक्कलेस्सा । तित्थयरे चेव जहा मुणीणं । वासेसु जहा महाविदेहे । गिरिराया चेव मंदरवरे । वणेसु जहा णंदणवणं पवरं । दुमेसु जहा जंबू सुदंसणा विस्सुयजसा जीए णामेण य अयं दीवो । तुरगवई गयवई रहवई णरवई जह वीसुए चेव राया । रहिए चेव जहा महारहगए ।
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy