SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–ર/અધ્યયન–૩ ૧૯૫ पउंजियव्वो, वायणपरियट्टणासु विणओ पउंजियव्वो, दाणगहणपुच्छणासु विणओ पउंजियव्वो, णिक्खमणपवेसणासु विणओ पउंजियव्वो, अण्णेसु य एवमाइसु बहुसु कारण सएसु विणओ पउंजियव्वो । विणओ वि तवो, तवो वि धम्मो, तम्हा विणओ पउंजियव्वो गुरुसु साहुसु तवस्सीसु य । एवं विणएण भाविओ भवइ अंतरप्पा णिच्चं अहिगरण करणकारावणपावकम्मविरए दत्तमणुण्णाय उग्गहरुई । ભાવાર્થ :- પાંચમી ભાવના સાધર્મિક વિનય છે. સાધર્મિક પ્રત્યે વિનયનો પ્રયોગ (વ્યવહાર) કરવો જોઈએ. રુગ્ણતા આદિ સ્થિતિમાં ઉપકારની ભાવનાથી અને તપસ્યાની પારણા પૂર્તિમાં સાધુ વિનયનો પ્રયોગ કરે. સાધુ વાચના–સૂત્રગ્રહણમાં અને પરિવર્તના—ગૃહીતસૂત્રની પુનરાવૃત્તિમાં વિનયનો પ્રયોગ કરે. ભિક્ષામાં પ્રાપ્ત અન્ન આદિ બીજા સાધુઓને દેવામાં તથા તેની પાસેથી લેવામાં અને વિસ્તૃત અથવા શંકિત સૂત્ર-અર્થ સંબંધી પૃચ્છા કરવામાં મુનિ વિનયનો પ્રયોગ કરે. સાધુ ઉપાશ્રયથી બહાર નીકળતાં અને પ્રવેશ કરતા સમયે વિનયનો પ્રયોગ કરે. તે સિવાય આ પ્રકારના અન્ય સેંકડો કારણોમાં વિનયનો પ્રયોગ કરે કારણ કે વિનય પણ તપ છે અને તપ પણ ધર્મ છે. માટે સાધુ વિનયનું આચરણ કરે. (કાર્યોના પ્રસંગમાં)ગુરુજનોનો, સાધુઓનો અને તપ કરનાર તપસ્વીઓનો વિનય કરે. આ પ્રકારે વિનયથી યુક્ત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કારણભૂત પાપકર્મ કરવા કરાવવાથી વિરત હોય છે, દત્ત અને અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા મહાવ્રતની પરિપૂર્ણતા માટે પાંચ ભાવનાનું કથન કર્યું છે. તે ભાવનાઓ આ પ્રમાણે છે. (૧) નિર્દોષ યાચિત સ્થાનક :– સાધુ નિર્દોષ સ્થાનમાં તેના માલિકની આજ્ઞા લઈને નિવાસ કરે. સાધુ જે સ્થાનમાં રહે તેને ઉપાશ્રય કહે છે. સૂત્રપાઠ પરથી પ્રતીત થાય છે કે પ્રાચીન સમયમાં સાધુ દેવાલય, વૃક્ષના મૂળ, બગીચા, ઉધાન આદિ કોઈ પણ સ્થાન જે નિર્દોષ હોય અને સ્ત્રી, પુરુષ આદિ રહિત હોય તેમાં નિવાસ કરતા હતા. (૨) નિર્દોષ યાચિત સંસ્તારક :– જે સ્થાનમાં નિવાસ કરે તેમાં જે શય્યા, સંસ્તારકની આવશ્યક્તા હોય તે નિર્દોષ અને યાચિત હોય તેનો જ ઉપયોગ કરે. આ કથનથી સ્પષ્ટ થાય છે કે સાધુને નિર્દોષ સ્થાન અને સંસ્તારકની યાચના પૃથક્ પૃથક્ કરવાની હોય છે. (૩) શય્યા પરિકર્મવર્જન :– સાધુ જે સ્થાનમાં નિવાસ કરે છે, તેમાં પોતાની અનુકૂળતા માટે કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરે. પાટ–પાટલા આદિને નાના-મોટા, ઊંચા કે નીચા કરાવવા, બારી બારણામાં
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy