SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ | શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર फासुए विवित्ते पसत्थे उवस्सए होइ विहरियव्वं । आहाकम्मबहुले य जे से आसित्त-सम्मज्जिय-उवलित्त-सोहियछायण- दूमण-लिंपण अणुलिंपण-जलण-भंडचालणं अंतो बहिं च असंजमो जत्थ वड्डइ संजयाण अट्ठा वज्जियव्वो हु उवस्सओ से तारिसए सुत्तपडिकुटे । एवं विवित्तवासवसहिसमिइजोगेण भाविओ भवइ अंतरप्पा णिच्चंअहिगरणकरणकारावण पावकम्मविरओ दत्तमणुण्णाय उग्गहरुई । ભાવાર્થ :- પરદ્રવ્ય હરણ વિરમણ(અદત્તાદાન ત્યાગ) વ્રતની રક્ષા કરવા માટે પાંચ ભાવનાઓ છે. પાંચ ભાવનાઓમાંથી પ્રથમ ભાવના છે– વિવક્ત એવં નિર્દોષ વસતિનું સેવન કરવું. તે આ પ્રમાણે છેદેવકુલ–દેવાલય, સભા-વિચાર વિમર્શનું સ્થાન અથવા વ્યાખ્યાન સ્થાન, પરબ, આવસથ-પરિવ્રાજકોને રહેવાનું સ્થાન, વૃક્ષમૂળ, આરામ-લતામંડપ આદિથી યુક્ત. બગીચા, કંદરા, ગુફા, આકર–ખાણ, પર્વતગુફા, કર્મ-જેની અંદર ચુનો આદિ તૈયાર કરવામાં આવે છે, કર્માન્ત–લુહાર આદિની શાળા, ઉદ્યાનફૂલવાળા વૃક્ષોથી યુક્ત બગીચો, યાનશાલા-રથ આદિ રાખવાની જગ્યા. કુણ્યશાળા-ઘરનો સામાન રાખવાનું સ્થાન, મંડપ–વિહાર આદિને માટે અથવા યજ્ઞ આદિને માટે બનાવવામાં આવેલ મંડપ, શૂન્યઘર, સ્મશાન, લયન, પહાડમાં બનેલ ઘર તથા દુકાનમાં અને આવા પ્રકારના અન્ય સ્થાનોમાં જ્યાં સચેત પાણી, માટી, બીજ લીલોતરી ન હોય, કીડી, મકોડા આદિ ત્રસ જીવોથી રહિત હોય, જેને ગૃહસ્થ પોતાના માટે બનાવ્યું હોય, પ્રાસુક, નિર્જીવ હોય. સ્ત્રી પુરુષ અને નપુંસકના સંસર્ગથી રહિત હોય અને આ કારણે જે પ્રશસ્ત હોય. એવા ઉપાશ્રયમાં સાધુએ રહેવું જોઈએ. કેવા પ્રકારના ઉપાશ્રયસ્થાનમાં ન રહેવું જોઈએ ? સાધુઓના નિમિત્તે હિંસા થાય તેવા આધાકર્મની બહુલતાવાળા, જલનો છંટકાવ કર્યો હોય તેવા, સંમાર્જિત-સાવરણીથી સાફ કરેલા, ઉત્સિક્ત-પાણીથી સીંચેલા, શોભિત- સજાવેલા, છાદન-ડાભ આદિ પાથરેલા, દૂમન-કલી નામનાં ઘાસ પાથરેલા, લિમ્પન–છાણથી લીંપેલા, અનલિંપન-લીંપેલાને ફરી લીંપેલા, જ્વલન–અગ્નિ પ્રગટાવી ગરમ કરેલા અથવા પ્રકાશિત કરેલા, ભંડ ચાલન–સાધુને માટે સામાનને ફેરવ્યો હોય તેવા આ સર્વ સ્થાન-ઉપાશ્રય સાધુઓ માટે વર્જનીય છે. આ પ્રકારના સ્થાનમાં રહેવાનો સાધુ માટે શાસ્ત્રમાં નિષેધ છે. આ પ્રકારે વિવિક્ત-નિર્દોષ સ્થાન–વસતિરૂપ સમિતિના યોગથી ભાવિત અંતઃકરણવાળા સાધુ હંમેશાં દુર્ગતિના કારણભૂત પાપકર્મ કરવા, કરાવવાથી વિરત હોય છે, દત્ત અને અનુજ્ઞાત અવગ્રહની રુચિયુક્ત હોય છે. ૨. નિર્દોષ સંતારક :७ बिइयं-आराम-उज्जाण-काणण-वणप्पदेसभागे जं किंचि इक्कडं च
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy