SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતસ્કંધ-રઅિધ્યયન-૩ | ૧૮૯ ] વચ સ્તન - આ જ રીતે કુશળ વ્યાખ્યાતા સાધુનો યશ કપટ દ્વારા સ્વયં સ્વીકારી લે છે. લુચ્ચાઈથી પોતાને વાગ્મી પ્રગટ કરનાર સાધુ વચન ચોર છે અથવા મહાવ્રતોનું બરાબર પાલન ન કરે તે વ્રતચોર કહેવાય છે. રૂપઃસ્તન:- સાધુ વેષને અનુરૂપ વ્યવહાર ન કરે અથવા સાધુવેષથી વિપરીત વેશભૂષા રાખે, આવશ્યક ઉપકરણ ન રાખે તે રૂપસ્તન કહેવાય છે. કોઈ સુંદર રૂપવાન સાધુનું નામ કોઈએ સાંભળ્યું હોય તે કોઈ બીજા રૂપવાન સાધુને જોઈને પૂછે છે શું અમુક રૂપવાન સાધુ તમે જ છો? તે સાધુ ન હોવા છતાં પણ તે સાધુ જો હા કહે અથવા કપટ પૂર્વક ગોળગોળ ઉત્તર દે કે જેનાથી પ્રશંસા કરનારની ધારણા બની જાય કે આ તે જ પ્રસિદ્ધ રૂપવાન સાધુ છે. આવું કહેનાર સાધુ રૂપનો ચોર છે. આચારસ્તન, ભાવસેન:- પ્રતિલેખન, પ્રતિક્રમણ, ભિક્ષાચરી આદિ આચારની ઉપેક્ષા કરે તે આચારસ્તન અને પવિત્ર વિચાર આદિ ભાવદ્ધિ ન રાખે તે આચાર ભાવસ્કેન કહેવાય. તાત્પર્ય એ છે કે તપમાં, વ્રતમાં, મહાવ્રતમાં, સાધુ વેશ મર્યાદામાં, સાધ્વાચારમાં અને ભાવશુદ્ધિમાં ઉપેક્ષા કરતો હોય તો તે તેનો ચોર કહેવાય છે. અસ્તેય આરાધક કોણ ? | ४ अह केरिसए पुणाई आराहए वयमिणं? जे से उवहि-भत्त-पाण-संगहणदाण-कुसले अच्चंतबाल-दुब्बल-गिलाण-वुड्ड-खवग-पवत्ति-आयरियउवज्झाए सेहे साहम्मिए तवस्सी कुल-गण-संघ-चेइयढे य णिज्जरट्ठी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविहं करेइ । ण य अचियत्तस्स गिहं पविसइ, ण य अचियत्तस्स गिण्हइ भत्तपाणं, ण य अचियत्तस्स सेवइ पीढ फलग-सिज्जा-संथारग-वत्थ-पाय-कंबल-दंडगरयहरण-णिसिज्ज-चोलपट्टय-मुहपोत्तियं पायपुंछणाइ-भायण-भंडोवहिउवगरणं ण य परिवायं परस्स जंपइ, ण यावि दोसे परस्स गिण्हइ, परववएसेण वि ण किंचि गिण्हइ, ण य विपरिणामेइ किंचि जणं, ण यावि णासेइ दिण्णसुकयं, दाऊणं य ण होइ पच्छाताविए, संभागसीले संग्गहोवग्गहकुसले से तारिसए आराहए वयमिणं । ભાવાર્થ :- કેવા પ્રકારના મનુષ્ય આ વ્રતના આરાધક થઈ શકે છે? (આ વ્રતના આરાધકનું વર્ણન આ પ્રમાણે છે.) જે વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોઉપકરણ અને આહાર-પાણી ગ્રહણ કરવામાં તથા સંવિભાગ કરવામાં કુશળ હોય. જે અત્યંત બાલ, દુર્બલ, બિમાર,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy