SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–ર/અધ્યયન–૩ ૧૮૭ णिसिज्ज-चोलपट्टग-मुहपोत्तिय - पायपुंछणाइ भायण - भंडोवहि-उवगरणं परपरिवाओ परस्स दोसो परववएसेणं जं च गिण्हइ परस्स णासेइ जं च सुकयं, दाणस्स य अंतराइयं दाणविप्पणासो पेसुण्णं चेव मच्छरियं च । ને વિ ય પીઢ-તન-સિમ્બા-સંસ્થાન-વત્થ-પાય-વલ-મુહપોત્તિયपाय-पुंछणाइ भायण-भंडोवहिउवगरणं असंविभागी, असंगहरुई, तवतेणे य वइतेणे य रूवतेणे य आयारे चेव भावतेणे य, सद्दकरे झंझकरे कलहकरे वेरकरे विकहकरे असमाहिकरे सया अप्पमाणभोई सययं अणुबद्धवेरे य णिच्चरोसी से तारिस णाराहए वयमिणं । ભાવાર્થ :- કોઈ પણ વસ્તુ જે ખળામાં પડી હોય અથવા ખેતરમાં પડી હોય, જંગલમાં પડી હોય; જેમ કે ફૂલ, ફળ, છાલ, પ્રવાલ, કંદ, મૂલ, ઘાસ, લાકડા અથવા પથ્થર આદિ હોય તે અલ્પ હોય કે વધુ, નાની હોય કે મોટી પણ તેના માલિકના દીધા વિના, તેની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ગ્રહણ કરવી કલ્પતી નથી. આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના ઘર અને સ્થંડિલ ભૂમિ પણ ગ્રહણ કરવા ઉચિત નથી. ન અવગ્રહની આજ્ઞા લઈને જ તે સ્થાન ગ્રહણ કરવું જોઈએ તથા જ્યાં પ્રેમ ન હોય તેવા ઘરમાં પ્રવેશ કરવો ન જોઈએ. જે ઘરના લોકોમાં સાધુ પ્રત્યે અપ્રીતિ હોય તેવા ઘરોમાં કોઈપણ વસ્તુને માટે પ્રવેશ ન કરવો જોઈએ. અપ્રીતિકા૨ક ઘરેથી આહાર-પાણી તથા પીઠ–ફલક, શય્યા–સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, વિશિષ્ટ કારણથી લેવા યોગ્ય લાકડી, પાદપ્રોંછન, વસ્ત્રખંડ તેમજ ભાજન, માટીના પાત્ર તથા વસ્ત્ર આદિ ઉપકરણ પણ ગ્રહણ ન કરવા જોઈએ. સાધુએ બીજાની નિંદા કરવી ન જોઈએ, તેમજ બીજાને દોષ પણ દેવો ન જોઈએ કે કોઈ ઉપર દ્વેષ કરવો ન જોઈએ. જે (આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, રોગી અથવા શૈક્ષ આદિ) બીજાના નામથી જે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરે છે તથા જે ઉપકારને અથવા કોઈના સારા કરેલા કાર્યને છુપાવે છે; નષ્ટ કરે છે; જે દાનમાં અંતરાય કરે છે; જે દાનનો વિપ્રણાશ કરે છે; દાતાના નામ છુપાવે છે, જે પૈશુન્ય અર્થાત્ બીજાની ચુગલી કરે છે અને માત્સર્ય ઈર્ષ્યા—દ્વેષ કરે છે; તે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ છે માટે તેનાથી બચવું જોઈએ. જે પીઠ, બાજોઠ, પાટ, પથારી, સંસ્તારક, વસ્ત્ર, પાત્ર, કંબલ, દંડ, રજોહરણ, આસન, ચોલપટ્ટક, મુહપત્તિ અને પાદપ્રોંછન આદિ, પાત્ર, માટીના પાત્ર, અન્ય ઉપકરણોનો જે આચાર્ય આદિ સાધર્મિકોમાં સંવિભાગ(ઉચિતરૂપથી વિભાગ)કરતા નથી તે અસ્તેય વ્રતના આરાધક થતા નથી. જે અસંગ્રહરૂચિ અર્થાત્ એષણીય પીઠ, ફલક આદિ ગચ્છને માટે આવશ્યક અથવા ઉપયોગી ઉપકરણોને જે સ્વાર્થી (આત્મભરી)હોવાના કારણે સંગ્રહ કરતા નથી; જે તપના ચોર છે(તપસ્વી ન હોવા છતાં તપસ્વીના રૂપમાં પોતાનો પરિચય આપે છે); જે વચનસ્ડેન–વચનના ચોર છે; જે રૂપના ચોર છે(સુવિહિત સાધુ ન હોવા છતાં સારા સાધુનો વેશ ધારણ કરે છે); જે આચારના ચોર છે(આચારથી બીજાનો વિશ્વાસઘાત કરે
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy