SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ–૨/અધ્યયન–૩ ત્રીજું અધ્યયન અચૌર્ય મહાવ્રત (દત્તાનુજ્ઞાત) ૧૮૫ G અસ્તેયનું સ્વરૂપ : १ जंबू ! दत्तमणुण्णाय संवरो णाम होइ तइयं सुव्वयं ! महव्वयं गुणव्वयं परदव्व हरणपडिविरइकरणजुत्तं अपरिमियमणंत-तण्हाणुगय-महिच्छमणवयण कलुस-आयाण - सुणिग्गहियं सुसंजमिय-मण- हत्थ - - पायणिहुयं णिग्गंथं णिट्ठियं णिरुत्तं णिरासवं णिब्भयं विमुत्तं उत्तमणर-वसभ - पवरबलवगसुविहिय-जणसम्मतं परमसाहु-धम्मचरणं । ભાવાર્થ :- હૈ સુવ્રત ધારક જંબૂ ! ત્રીજુ સંવરદ્વાર 'દત્તાનુજ્ઞાત' નામનું છે. આ ત્રીજું મહાવ્રત છે. ગુણવૃદ્ધિના કારણરૂપ ગુણવ્રત છે. આ પરકીય દ્રવ્ય-પદાર્થોના હરણથી નિવૃત્તિરૂપ છે અર્થાત્ આ વ્રતમાં બીજાની વસ્તુઓના અપહરણનો ત્યાગ કરવામાં આવે છે. આ વ્રત અપરિમિત, અનંત તૃષ્ણાથી અનુગત, મહાભિલાષાથી યુક્ત મન તેમજ વચન દ્વારા પાપમય પરદ્રવ્ય હરણનો સારી રીતે નિગ્રહ કરે છે. આ વ્રતના પ્રભાવથી મન એટલું સંયમશીલ બની જાય છે કે હાથ અને પગ પરધન ગ્રહણ કરવાથી વિરક્ત થઈ જાય છે. આ [વ્રત ધારણ કરનાર] બાહ્ય અને આત્યંતર ગ્રંથીઓથી રહિત છે. સર્વ ધર્મોના પુરુષાર્થના પર્યંતવર્તી છે. સર્વજ્ઞ ભગવંતોએ તેને ઉપાદેય કહ્યું છે. તે આશ્રવનો નિરોધ કરનાર છે, નિર્ભય છે. તેનું પાલન કરનારાને રાજાનો કે શાશનનો ભય રહેતો નથી અને લોભ પણ તેને સ્પર્શ કરતો નથી. આ વ્રત પ્રધાન, નરવૃષભપ્રવર, બળવાન તથા સુવિહિત સાધુજનો દ્વારા સમ્મત છે. શ્રેષ્ઠ સાધુઓનું ધર્માચરણ છે. અથવા પરમ ઉત્તમ ધર્માચરણ છે. વિવેચન : દ્વિતીય સંવરદ્વારના નિરૂપણ પછી સૂત્રક્રમાનુસાર અચૌર્ય નામનું તૃતીય સંવરદ્વારનું નિરૂપણ છે. અસત્યના ત્યાગી તે જ થઈ શકે છે જે અદત્તાદાનના ત્યાગી હોય. અદત્તાદાન કરનારા સત્યનો નિર્વાહ કરી શકતા નથી માટે સત્યસંવર પછી અસ્તેય સંવરનું નિરૂપણ કર્યું છે. શાસ્ત્રકારે પ્રસ્તુત સૂત્રમાં ત્રીજું સંવરદ્વાર અચૌર્ય મહાવ્રતનું સ્વરૂપ અને તેના પ્રભાવને પ્રગટ કર્યો છે. પ્રારંભમાં શ્રી સુધર્મા સ્વામીએ પોતાના પ્રધાન અંતેવાસી શિષ્ય જંબૂને 'સુવ્રત' સંબોધન કર્યું છે. આ પ્રકારનું સંબોધન શિષ્યનો ઉત્સાહ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy