SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર "અનુવાચિભાષણ" શબ્દનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે, માટે સારી રીતે વિચાર કરીને બોલવાની સાથે-સાથે ભાષા સંબંધી અન્ય દોષોથી બચવું તે પણ આ ભાવનાની અંતર્ગત છે. (૨) કોઈ ત્યાગ :- ક્રોધ એવી વૃત્તિ છે કે જે માનવીના વિવેકનો નાશ કરે છે. ક્રોધ સમયે સતુ-અસતુનું ભાન રહેતું નથી અને અસત્ય બોલાઈ જાય છે. ક્રોધના આવેશમાં બોલાયેલું વચન અસત્ય જ હોય છે. સત્ય મહાવ્રતની સુરક્ષા માટે ક્રોધના પ્રત્યાખ્યાન અથવા ક્ષમાગૃતિ આવશ્યક છે. (૩) લોભ ત્યાગ :- શાસ્ત્રમાં લોભને સમસ્ત સગુણોનો વિનાશક કહેલ છે. લોભમાં લુબ્ધ વ્યક્તિ માટે કોઈપણ દુષ્કર્મ કરવું મુશ્કેલ નથી, માટે સત્યવ્રતની સુરક્ષા ઈચ્છનારે નિર્લોભવૃત્તિ ધારણ કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ પ્રત્યે લાલચ ઉત્પન્ન થવા દેવી ન જોઈએ. (૪) ભય ત્યાગ :- ભય મનુષ્યની મોટામાં મોટી દુર્બળતા છે. ભયની ભાવના આત્મિક શક્તિના પ્રગટીકરણમાં બાધક બને છે, માણસની સાહસિકવૃત્તિને નષ્ટ કરે છે, સમાધિભાવને માટે વિનાશક બને છે, સંક્લેશને ઉત્પન્ન કરનાર છે. ભયવૃતિ સાધકને સત્યમાં સ્થિર રહેવા દેતી નથી માટે સત્ય ભગવાનના આરાધકે નિર્ભય બનવું જોઈએ. (૫) હાસ્ય ત્યાગ :- સંપૂર્ણ યા અધિકાંશ સત્યને છુપાવી અસત્યનો આશ્રય લીધા વિના બીજાની હાંસી–મજાક થઈ શકતી નથી. તેનાથી સત્યવ્રતનો વિઘાત થાય છે અને બીજાને પીડા ઉત્પન્ન થાય છે. માટે સત્ય વ્રતના સંરક્ષણ માટે હાસ્યવૃત્તિનો ત્યાગ કરવો આવશ્યક છે. આ રીતે પાંચ ભાવનાનું પાલન કરી, આગમોક્ત આદર્શોને ધ્યાનમાં રાખી, ભાષા સમિતિપૂર્વક વચનપ્રયોગ કરવો જોઈએ. જેથી સત્ય મહાવ્રત અખંડ રહે છે. સત્ય મહાવ્રત ઉપસંહાર :१२ एवमिणं संवरस्स दारं सम्मं संवरियं होइ सुप्पणिहियं, इमेहिं पंचहिं वि कारणेहिं मण-वयण-काय-परिरक्खिएहिं णिच्चं आमरणंतं च एस जोगो णेयव्वो धिइमया मइमया अणासवो अकलुसो अच्छिद्दो अपरिस्सावी असंकिलिट्ठो सव्वजिणमणुण्णाओ। एवं बिइयं संवरदारं फासियं पालियं सोहियंतीरियं किट्टियं अणुपालियं आणाए आराहियं भवइ । एवं णायमुणिणा भगवया पण्णवियं परूवियं पसिद्धं सिद्धं सिद्धवरसासणमिणं आघवियं सुदेसियं पसत्थं । त्ति बेमि ॥ || વિઙયં સંવરવાર સમ7 II ભાવાર્થ :- આ પ્રકારે મન-વચન અને કાયાથી પૂર્ણરૂપે સુરક્ષિત, સુસેવિત આ પાંચ ભાવનાઓથી
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy