SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર સદોષ સત્યનો ત્યાગ :| ४ सच्चं वि य संजमस्स उवरोहकारगं किंचि ण वत्तव्वं, हिंसासावज्जसंपउत्तं भेयविकहकारगं अणत्थवायकलहकारगं अणज्ज अववाय-विवायसंपउत्तं वेलंब ओजधेज्जबहुलं पिल्लज्ज लोयगरहणिज्जं; दुटुिंदुस्सुयं अमुणियं अप्पणो थवणा परेसु जिंदा- ण तंसि मेहावी, ण तंसि धण्णो, ण तंसि पियधम्मो, ण तंसि कुलीणो, ण तंसि दाणवई, ण तंसि सूरो, ण तंसि पडिरूवो, ण तंसि लट्ठो, ण पंडिओ, ण तंसि बहुस्सुओ, ण वि य तंसि तवस्सी, ण यावि परलोयणिच्छयमई असि, सव्वकाल जाइ-कुल- रूव-वाहि-रोगेण वावि ज होइ वज्जणिज्ज दुहओ उवयारमइक्कंत, एवं विहं सच्चं वि ण वत्तव्वं । ભાવાર્થ :- જે સત્ય સંયમમાં બાધક હોય, તેવું સત્ય અંશ માત્ર પણ બોલવું ન જોઈએ. જે વચન સત્ય હોવા છતાં પણ હિતકર નથી, પ્રશસ્ત નથી, હિંસાકારી છે, તેની ગણના સત્યમાં થતી નથી. જે વચન(સત્ય હોય તોપણ) હિંસારૂપ પાપથી અથવા હિંસા તેમજ પાપથી યુક્ત હોય, જે ભેદભાવ–ફાટફૂટ ઉત્પન્ન કરાવનાર હોય, જે વિકથાકારક હોય, સ્ત્રી આદિથી સંબંધિત, ચારિત્રનાશક કે અન્ય પ્રકારે અનર્થનો હેતુ હોય, જે નિરર્થક ક્લેશકારક હોય અથવા જેનાથી ક્લેશ ઉત્પન્ન થાય, જે બીજાના દોષોને પ્રકાશિત કરનાર હોય, જે વચન અનાર્ય હોય, આર્ય પુરુષોને બોલવા યોગ્ય ન હોય અથવા અન્યાયયુક્ત હોય, વિવાદયુક્ત હોય, જે વિવેકશૂન્ય અને ધૃષ્ટતાથી પરિપૂર્ણ હોય, જે નિર્લજ્જતાથી ભરેલ હોય, જે જન સાધારણ અથવા સત્પુરુષો દ્વારા નિંદનીય હોય, એવું વચન બોલવું ન જોઈએ. જે ઘટનાને પોતે સારી રીતે જોઈ ન હોય, જે વાત સમ્યક પ્રકારે સાંભળેલ ન હોય, જેને સારી રીતે યથાર્થ રૂપે જાણેલ ન હોય તે વિષયમાં બોલવું જોઈએ નહીં. પોતાની પ્રશંસા અને બીજાની નિંદા પણ કરવી ન જોઈએ. જેમ કે તું બુદ્ધિમાન નથી, તું ધન્યધનવાન નથી, તું ધર્મપ્રિય નથી, તું કુલીન નથી, તું દાનેશ્વરી નથી, તે શૂરવીર નથી, તું સુંદર નથી, તું ભાગ્યવાન નથી, તું પંડિત નથી, તું બહુશ્રુત-અનેક શાસ્ત્રોનો જાણકાર નથી, તું તપસ્વી નથી, તને પરલોક સબંધી નિશ્ચય કરવાની બુદ્ધિ પણ નથી, અથવા જે વચન હરહંમેશ જાતિ (માતૃપક્ષ), કુળ (પિતૃપક્ષ), રૂ૫(સૌંદર્ય), વ્યાધિ(કોઢ આદિની બિમારી), રોગ(જ્વર આદિ)થી સંબંધિત હોય, જે પીડાકારી યા નિંદનીય હોવાના કારણે ન બોલવા યોગ્ય હોય અથવા જે વચન રાગદ્વેષથી યુક્ત તેમજ ઉપચારથી રહિત હોય, શિષ્ટાચારને અનુકૂળ ન હોય અથવા ઉપકારનું ઉલ્લંઘન કરનાર હોય, આ પ્રકારનું સભૃતાર્થ સત્યવચન બોલવું ન જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શાસ્ત્રકારે સત્યની વ્યાખ્યાને વિશાળ બનાવી છે. કેવળ વસ્તુના યથાર્થ સ્વરૂપને
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy