SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-અધ્યયન-૨ _ ૧૭૧ | બીજું અધ્યયન. સત્યમહાવત સત્યનો મહિમા :। १ जंबू ! बिइयं य सच्चवयणं सुद्धं सुइयं सिवं सुजायं सुभासियं सुव्वयं सुकहियं सुदिट्ट सुपइट्ठियं सुपइट्ठियजसं सुसंजमिय-वयण-बुइयं सुरवर-परवसभ- पवरबलवगसुविहियजणबहुमयं, परमसाहुधम्मचरणं, तव-णियमपरिग्गहियं सुगइपहदेसगं य लोगुत्तमं वयमिणं । विज्जाहर गगण गमणविज्जाण साहकं सग्गमग्गं सिद्धिपहदेसगं अवितहं, तं सच्चं उज्जुयं अकुडिलं भूयत्थं अत्थओ विसुद्धं उज्जोयकरं पभासगं भवइ सव्वभावाण जीवलोए, अविसंवाइ जहत्थमहुरं। पच्चक्खं दयिवयं व जं तं अच्छेरकारगं अवत्थंतरेसु बहुएसु मणुसाणं। ભાવાર્થ :- શ્રી સુધર્માસ્વામીએ જંબૂ સ્વામીને કહ્યું, હે જંબૂ! બીજું સંવરદ્વાર સત્યવચન છે. સત્ય શુદ્ધ-નિર્દોષ, પવિત્ર, શિવકારી-સર્વ ઉપદ્રવોથી રહિત, સુજાત–સુંદર વિચારોથી ઉત્પન્ન, સુભાષિતસમ્ય પ્રકારે ભાષિત હોય છે. તે ઉત્તમ વ્રતરૂપ છે અને સમ્યવિચાર પૂર્વક કહેવાયેલ છે. તેને જ્ઞાનીજનોએ સારી રીતે જોયેલ છે અર્થાત્ જ્ઞાનીઓની દષ્ટિમાં સત્ય કલ્યાણનું કારણ છે. તે સુપ્રતિષ્ઠિત છે, સુસ્થિર કીર્તિવાળુ છે. સમીચીન રૂપે સંયમયુક્ત વાણીથી જ્ઞાનીઓએ તેને કહ્યું છે. સત્ય સુરવરો–ઉત્તમ કોટિના દેવો, નર વૃષભો-શ્રેષ્ઠમાનવો, અતિશય બળના ધારક અને સુવિહિત માનવો દ્વારા બહુમત અર્થાત્ વિશેષ પ્રકારે માન્ય છે; નૈષ્ઠિક-મુનિઓનું ધાર્મિક અનુષ્ઠાન છે. તપ અને નિયમ પૂર્વક તેનો સ્વીકાર કરવામાં આવે છે. સદ્ગતિ પથનું પ્રદર્શક છે અને આ સત્યવ્રત લોકમાં ઉત્તમ છે. સત્ય વિદ્યાધરોની આકાશગામિની વિદ્યાઓને સિદ્ધ કરનાર છે; સ્વર્ગના માર્ગનું તથા મુક્તિનું પથદર્શક છે; યથાતથ્ય છે અર્થાત્ મિથ્યાભાવથી રહિત છે; સરળ ભાષાથી યુક્ત છે; કુટિલતાથી રહિત છે; પ્રયોજનવશ યથાર્થ પદાર્થનું પ્રતિપાદક છે; સર્વ પ્રકારે શુદ્ધ છે; અસત્ય યા અર્ધસત્યની ભેળસેળથી રહિત છે અર્થાત્ અસત્યનું સંમિશ્રણ જેમાં થતું નથી તે વિશુદ્ધ સત્ય કહેવાય છે અથવા નિર્દોષ હોય છે. આ જીવલોકમાં સમસ્ત પદાર્થોનું વિસંવાદ રહિત-યથાર્થ પ્રરૂપક છે; તે યથાર્થ હોવાના કારણે મધુર છે અને મનુષ્યને વિભિન્ન અવસ્થાઓમાં આશ્ચર્યયુક્ત કાર્ય કરનાર દેવતાની સમાન છે અર્થાત્ મનુષ્યો ઉપર
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy