SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ति ण तिगिच्छा-मंत-मूल- भेसज्जकज्जहेडं, ण लक्खणुप्पाय सुमिण जोइस णिमित्त कहकुहकप्पउत्तं । ण वि डंभणाए ण वि रक्खणाए, ण वि सासणाए, ण वि डंभण रक्खण सासणाए भिक्खं गवेसियव्वं । ण वि वंदणाए, ण वि माणणाए, ण वि पूयणाए, ण वि वंदण - माणण- पूयणाए भिक्खं गवेसियव्वं । ૧૬૦ ભાવાર્થ :- અહિંસાના પાલન માટે ઉદ્યત થયેલા સાધુએ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય આદિ સ્થાવર, બે ઈન્દ્રિય આદિ ત્રસ, આ દરેક પ્રાણીઓ પ્રત્યે સંયમરૂપ દયાને માટે શુદ્ધ નિર્દોષ ભિક્ષાની નિમ્નોક્ત કાળજીપૂર્વક ગવેષણા કરવી જોઈએ. જે આહાર સાધુને માટે બનાવેલો ન હોય, બીજા દ્વારા આદેશથી બનાવેલો ન હોય. જે અનાહૂત હોય અર્થાત્ ગૃહસ્થ દ્વારા નિમંત્રણ દઈ અથવા ફરીથી બોલાવીને દીધેલો ન હોય, જે અનુદિષ્ટ હોય– જે સાધુના નિમિત્તે તૈયાર કરાવેલ ન હોય, સાધુના - ઉદેશ્યથી ખરીદેલ ન હોય, જે નવ કોટિથી વિશુદ્ધ હોય, શંકા આદિ દસ દોષોથી રહિત હોય, જે ઉદ્ગમનના ૧૬, ઉત્પાદનના ૧૬ અને એષણાના ૧૦ દોષોથી રહિત હોય, દેય વસ્તુમાંથી જીવ જંતુ સ્વતઃ અલગ થઈ ગયેલા હોય, વનસ્પતિકાયિક આદિ જીવ સ્વતઃ અથવા પરતઃ કોઈના દ્વારા ચ્યુત થયા હોય, દાતા દ્વારા દૂર કરવામાં આવેલો હોય અથવા દાતાએ સ્વયં દૂર કરી દીધેલો હોય. આ પ્રમાણે જે અચેત, શુદ્ધ એવી ભિક્ષાની ગવેષણા કરવી જોઈએ. ભિક્ષાને માટે ગૃહસ્થને ઘેર ગયેલા સાધુએ આસન પર બેસીને ધર્મોપદેશ, કથાદિ સંભળાવીને; ચિકિત્સા, મંત્ર, મૂળ, જડીબુટ્ટી, ઔષધ આદિ બતાવીને; સ્ત્રી, પુરુષ આદિના શુભ લક્ષણ, ઉત્પાત, ભૂકંપ, અતિવૃષ્ટિ, દુષ્કાળ આદિ, સ્વપ્ન, જ્યોતિષ, નિમિત્તશાસ્ત્ર, ચમત્કારિક પ્રયોગો વગેરે બતાવીને; ઘરના માલિકની કે ઘરના પુત્ર આદિની રખેવાળી કરીને ભિક્ષાની ગવેષણા કરવી ન જોઈએ. આ રીતે પૂર્વોક્ત દંભ, રખેવાળી કે શિક્ષા આ ત્રણ નિમિત્તોથી ભિક્ષા ગ્રહણ કરવી ન જોઈએ. ગૃહસ્થને વંદન, સ્તવન કે તેની પ્રશંસા કરીને, સત્કાર, સન્માન કરીને અથવા પૂજા—સેવા કરીને અથવા વંદન, માનન અને પૂજન આ ત્રણે દ્વારા ભિક્ષાની ગવેષણા ન કરવી જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અહિંસાના આરાધકની આચાર વિધિ સમજાવી છે. સાધુ સંપૂર્ણ રીતે અહિંસાનું પાલન કરે છે. તે પોતાની જીવનોપયોગી નિર્દોષ વસ્તુને કઈ રીતે પ્રાપ્ત કરે છે, તે વિષયને સ્પષ્ટ કરવા માટે ભિક્ષા વિધિના નિયમોનું સ્પષ્ટીકરણ કર્યું છે. સાધુ પોતાના જીવન વ્યવહાર માટે સ્વયં હિંસા કરતા નથી, કરાવતા નથી તેમજ હિંસક કાર્યની અનુમોદના પણ કરતા નથી. તેમ જ કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ દીનતા, લાચારી, મદ કે અન્ય કોઈ પણ કષાય પૂર્વક ન થાય તે માટે સતત જાગૃત રહે છે. તેના માટે સૂત્રોક્ત નિયમોનું અવશ્ય પાલન કરે છે. તે પૂર્ણ શુદ્ધ અને નિર્દોષ વસ્તુ પ્રાપ્ત કરીને તેનો ઉપયોગ કરે છે. સાધુ સાધુચર્યાના નિયમોનું યથાતથ્ય પાલન કરે તો જ અહિંસાની આરાધના થઈ શકે છે. સૂત્રોક્ત પ્રત્યેક નિયમપાલનનું લક્ષ્ય સ્વદયા અથવા
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy