SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ચારિત્રબલી :- વિશુદ્ધ ચારિત્રની શક્તિથી યુક્ત. મીરાશ્રવી :– જેના વચન દૂધની સમાન મધુર લાગે તેવા હોય. – જેની વાણી મધથી પણ મીઠી હોય. મધુરાશ્રવી :– સર્પિરાશ્રવી :– જેના વચન ઘીની સમાન સ્નિગ્ધ અને સ્નેહ ભરેલ હોય. અક્ષીણમહાનસિક :– સમાપ્ત ન થનારી ભોજનલબ્ધિ. આ લબ્ધિના ધારકમુનિ એકલા પોતાના માટે લાવેલ ભોજનમાંથી લાખોને સંતોષજનક ભોજન કરાવી શકે છે પરંતુ તે ભોજન ખલાસ થતું નથી. તે ભોજન ત્યારે જ ખલાસ થાય છે જ્યારે તે ભોજન જે લાવ્યા હોય તે સ્વયં ભોજન કરી લે. ચારણ – આકાશમાં વિશિષ્ટ ઉડ્ડયન કરવાની શક્તિના ધારક. વિદ્યાધર :– વિદ્યાના બળથી આકાશમાં ચાલવાની શક્તિના ધારક. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ઉત્તિપ્તચરક – જે પાત્રમાં ભોજન બન્યું હોય તે પાત્રમાંથી થોડું ભોજન બહાર કાઢયું હોય તેમાંથી આહાર ગ્રહણ કરવો તેવા અભિગ્રહના ધારક. નિલિપ્તચરક :– બનાવેલ વાસણમાં રાખેલ ભોજનને જ ગ્રહણ કરનાર. અંતચરક :– નીરસ અથવા ચણા આદિ હલકું ભોજન લેનાર. પ્રાંતચરક :– જમ્યા પછી વધ્યો ઘટયો જ આહાર લેવો, તેવા પ્રકારનો અભિગ્રહ કરનાર. રુક્ષચરક :– લુખો સૂકો આહાર ગ્રહણ કરનાર. સમુદાનચરક :– ધનવાન, નિર્ધન અને મધ્યમ ઘરોમાંથી સમભાવપૂર્વક ભિક્ષા ગ્રહણ કરનાર. અન્નગ્ધાયક :- ઠંડી–વાસી, અમનોજ્ઞ ભિક્ષા સ્વીકારનાર. મૌનચરક :– મૌન ધારણ કરી નિશાચળ કરનાર. સંસૃષ્ટકલ્પિક :– આહારથી ખરડાયેલા હાથ અથવા વાસણમાંથી આહાર લેવાની મર્યાદાવાળા. તજ્જાતસંસૃષ્ટકલ્પિક – જે પદાર્થને ગ્રહણ કરવો છે તે આહારથી જ સંસૃષ્ટ હાથ અથવા વાસણમાંથી ભિક્ષા લેવાના અભિગ્રહવાળા, ઉપનિધિક :– દાતાની નજીકમાં જ રહેલા પદાર્થને ગ્રહણ કરવાના અભિગ્રહવાળા. શુદ્વૈષણિક :– કોઈ પ્રકારના વિકલ્પ વિના નિર્દોષ આહારની ગવેષણા કરનાર. સંખ્યાદત્તિક ઃ- દનિઓની સંખ્યા નિશ્ચિત કરી આહાર લેનાર. ઇષ્ટલાભિક :– દૃષ્ટ સ્થાનથી દેવામાં આવતા દષ્ટ પદાર્થને જ સ્વીકાર કરનાર. અદૃષ્ટિલાભિક :– પહેલા ન જોયા હોય તેવા દાતા પાસેથી ભિક્ષા લેવી. - પૃષ્ટલાભિક ૬ ઃ- મહારાજ આ વસ્તુ લેશો ! એવો પ્રશ્ન પૂછ્યા પછી ભિક્ષા લેનાર. આચાલિક :– આબિલ તપ કરનાર. પુરિમાર્થિક :– દિવસના બે પ્રહર પછી આહાર લેનાર.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy