SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કોટવાળી વસ્તીઓ), કબૂટો-નાના નગરો-કઆ, મડંબો-જેની આસપાસ અઢી કોશ સુધી વસ્તી ન હોય, સંબાહો, પતનો-જ્યાં નાના નાના પ્રદેશોમાંથી વસ્તુઓ ખરીદવા માટે લોકો આવે છે અથવા જ્યાં વિશેષ રૂપે રત્નો આદિનો વ્યાપાર થતો હોય એવા મોટા નગરોથી સુશોભિત ભરતક્ષેત્ર તેમજ સાગરપર્યત પૃથ્વીના એકછત્ર અખંડ રાજ્યને ભોગવવા છતાં પરિગ્રહથી પ્રાણીને તૃપ્તિ થતી નથી. ક્યારે ય અને ક્યાં ય જેનો અંત આવતો નથી એવી અપરિમિત અને અનંત તૃષ્ણારૂપ મોટી ઈચ્છાના સાર–પરિણામરૂપ દુર્ગતિ જ પરિગ્રહરૂપી વૃક્ષના મૂળ જેવી છે. લોભ, ક્રોધ, ક્લેશ, લડાઈ, ઝગડા, તેના મહાત્કંધો છે. માનસિક સંતાપ આદિની અધિકતાથી અથવા નિરંતર ઉત્પન્ન થનારી સેંકડો ચિંતાઓ તેની શાખાઓ છે. ઋદ્ધિ, રસ અને શાતારૂપ ગૌરવ તેની શાખાનો વિસ્તીર્ણ અગ્રભાગ છે. નિકૃતિ અને બીજાને ઠગવાને માટે થતી વંચના, ઠગાઈ યા કપટ જ તે વૃક્ષની ત્વચા, છાલ, પત્ર, પુષ્પ છે. કામભોગ જ આ પરિગ્રહરૂપી વૃક્ષના પુષ્પ અને ફળ છે. તેનું અગ્રશિખર–ઉપરિભાગ શારીરિક શ્રમ, માનસિક ખેદ અને ક્લેશથી જ કંપાયમાન છે. આ પરિગ્રહ(રૂપ, આશ્રવ, અધર્મ)રાજા-મહારાજાઓ દ્વારા સન્માનિત છે; ઘણાં લોકોના હૃદયવલ્લભ છે અને મોક્ષના નિર્લોભતારૂપ માર્ગને માટે આગળિયા સમાન છે અર્થાત્ મુક્તિના ઉપાયરૂપ નિર્લોભતા, અકિંચનતા, મમત્વરહિતતારૂપ ગુણો માટે પરિગ્રહ બાધક છે. આ અંતિમ અધર્મદ્વારઆશ્રયદ્વાર છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે પાંચમા આશ્રવ દ્વાર પરિગ્રહનું સ્વરૂપ અને તેના પરિણામનું નિરૂપણ કર્યું છે. શ્રી અભયદેવ સૂરિની ટીકામાં અબ્રહ્મનો સંબંધ પરિગ્રહ સાથે બતાવ્યો છે. જ્યાં અબ્રહ્મનું સેવન હોય ત્યાં પરિગ્રહ અવશ્ય હોય જ છે. બીજા તીર્થકરથી ૨૩માં તીર્થકરના શાસનમાં ચાર મહાવ્રત હતા તેમાં પણ સ્ત્રીનો સમાવેશ પરિગ્રહમાં કર્યો છે અર્થાત્ ચોથા મહાવ્રતનો સમાવેશ પાંચમા મહાવ્રતમાં કર્યો છે. પરિગ્રહન સ્વરૂ૫ :- ગુચ્છા પરિવારો વત્તો | મુચ્છ આસક્તિનો ભાવ પરિગ્રહ છે. તે જ રીતે મૂચ્છની સ્થાનભૂત સાધન સામગ્રીને પણ પરિગ્રહ કહે છે. સૂત્રમાં તેના નામનો ઉલ્લેખ છે. જે સ્પષ્ટ છે. શાસ્ત્રકારે વૃક્ષની ઉપમાથી પરિગ્રહનું સ્વરૂપ અને તેના અનર્થોનું કથન કર્યું છે. પરિગ્રહનું પરિણામ - કષાયોની વૃદ્ધિ, માનસિક સંતાપ, સંઘર્ષ અને સંકલેશ તેનું પરિણામ છે. તેથી જ તે મોક્ષમાર્ગમાં બાધક છે. પરિગ્રહના ૩૦ નામ :| २ तस्स य णामाणि गोण्णाणि होति तीसं, तं जहा- परिग्गहो, संचयो, चयो,
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy