SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વિવેચન : કામભોગની અતૃપ્તતાને સમજાવવા સૂત્રકારે ક્રમશઃ આ લોકના સાધન સંપન્ન દેવો, ચક્રવર્તી, વાસુદેવ બલદેવ, માંડલિક રાજાના ભોગનું વર્ણન કર્યું. આ સૂત્રમાં ભોગભૂમિમાં જ વસતા યુગલિક મનુષ્યોના ભોગનું નિરૂપણ કર્યું છે. ભોગભૂમિ - મનુષ્યના ૧૦૧ ક્ષેત્રોમાં ૧૫ ક્ષેત્રો કર્મભૂમિના છે. શેષ ૮ ક્ષેત્રો અકર્મભૂમિના છે. જેમાં અસિ, મસિ કે કૃષિ કોઈ પણ પ્રકારના કર્મોને સ્થાન નથી. ત્યાંના માનવો પુણ્યવાન છે. તેઓ સહજ અને પ્રાકૃતિક જીવન જીવે છે. દશ પ્રકારના કલ્પવૃક્ષો તેને ઈન્દ્રિય સંબંધી મનવાંછિત સુખ પ્રદાન કરે છે. કલ્પ વૃક્ષોથી જ તેમની આવશ્યક્તાની પૂર્તિ થઈ જાય છે. તેને ભોગપભોગના કોઈ પણ સાધનની અછત રહેતી નથી. આટલા દીર્ઘકાલ પર્યત પાંચે ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો ભોગવવા છતાં તેને તૃપ્તિ થતી નથી. અતૃપ્તપણે જ તેનું મૃત્યુ થઈ જાય છે. Googી :- આ શબ્દમાં કંક અને ગહણી શબ્દ છે. અહીં કંક એટલે પક્ષી છે અને ગહણીનો અર્થ ગુદા–મલદ્દાર છે અર્થાત્ યુગલિકનું મયદ્વાર કંકપક્ષીની ગુદા સમાન નિરુપલેપ હોય છે. અહીં આચાર્ય વિમલ સૂરિએ ટીકામાં ગહણી શબ્દને આહાર ગ્રહણ સૂચક બતાવીને કંકપક્ષીના અલ્પાહારથી યુગલિકનો અલ્પાહારી હોવાનો નિર્દેશ કર્યો છે. પરંતુ ઔપપાતિક સૂત્ર અને પ્રસ્તુત સૂત્રના પ્રાચીન ટીકાકારે એવો અર્થ કર્યો નથી. જિજ્ઞાસુઓએ પપાતિક સુત્રમાં ભગવાન મહાવીરના આ વિશેષણોનો અર્થ જોવો જોઈએ. અકર્મભૂમિની નારીઓની શરીરસંપદા અને અતૃપ્તિ :|१२ पमया वि य तेसिं होंति सोम्मा सुजायसव्वंगसुंदरीओ पहाणमहिलागुणेहिं जुत्ता अइकंतविसप्पमाण-मउयसुकुमालकुम्मसंठिय-सिलिट्ठचलणा उज्जुमउयपीवर सुसंहतंगुलीओ अब्भुण्णय-रइय-तलिण-तंबसुइणिद्धणखा रोमरहियवट्टसंठियअजहण्णपसत्थलक्खण अकोप्पजंघजुयला सुणिम्मियसुणिगूढजाणू मंसलपसत्थसुबद्धसंधी कयलीखंभाइरेकसठियणिव्वणसुकुमालमउयकोमलअविरलसमसहियसुजायवट्टपीवरणिरंतरोरू अट्ठावयवीइपट्ठसंट्ठियपसत्थ-विच्छिण्णपिहुलसोणी वयणायामप्पमाणदुगुणिय विसालमसलसुबद्धजहणवरधारिणीओ । वज्जविराइयपसत्थलक्खणणिरोदरीओ तिवलिवलियतणुणमियमज्झियाओ उज्जुयसमसहिय जच्चतणु-कसिणणिद्ध-आइज्जलडहसुकुमालमउयसुविभत्तरोमराई
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy