SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ] શ્રી પ્રશ્નવ્યાકરણ 2 विज्जु जलण-दीव-उदहि-दिसि-पवण-थणिया, अणवण्णिय-पणवण्णिय-इसि वाइय-भूयवाइय कंदिय महाकंदिय-कहंड-पयंगदेवा, पिसाय-भूय-जक्खरक्खसकिण्णर-किपुरिस-महोरगगंधव्वा, तिरिय-जोइस-विमाणवासि-मणुयगणा, जलयर-थलयर-खहयरा, मोहपडिबद्धचित्ता अवितण्हा कामभोगतिसिया,तण्हाए बलवईए महईए समभिभूया गढिया य अइमुच्छिया य अबंभे उस्सण्णा तामसेण भावेण अणुम्मुक्का दंसण-चरित्तमोहस्स पंजरं पिव करेंति अण्णोण्णं सेवमाणा। ભાવાર્થ :- અપ્સરાઓ-દેવાંગનાઓ સહિત સુરગણ–વૈમાનિક દેવો તે અબ્રહ્મ નામના પાપાશ્રવનું સેવન કરે છે. જેની બુદ્ધિ મોહના ઉદયથી મૂઢ બની ગઈ છે તેવા અસુરકુમાર, ભુજંગ-નાગકુમાર, ગરૂડકુમાર– સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, પવનકુમાર તથા સ્વનિતકુમાર. આ દશ પ્રકારના ભવનવાસી દેવ અબ્રહ્મનું સેવન કરે છે. અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, ન્દિત, મહાકન્દિત, કુષ્માન્ડ અને પતંગદેવ પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિપુરુષ, મહોરગ અને ગાંધર્વ આ આઠ પ્રકારના વ્યંતર દેવ છે. તે સિવાય મધ્યલોકમાં વિમાનોમાં નિવાસ કરનાર જ્યોતિષ્ક દેવ, મનુષ્યગણ તથા જલચર, સ્થલચર અને ખેચર આકાશમાં ઉડનારા પક્ષી આ પંચેન્દ્રિય તિર્યચ જીવ અબ્રહ્મનું સેવન કરે છે. જેનું ચિત્ત મોહથી ગ્રસ્ત (પ્રતિબદ્ધ છે, જેને પ્રાપ્ત કામ–ભોગ સંબંધી તૃષ્ણાનો અંત થયો નથી, જે અપ્રાપ્ત કામ ભોગોને માટે તૃષાતુર છે, જે પ્રગાઢ અને મહાન તૃષ્ણાથી દુષ્ટ રીતે પરાજિત છે, જેના માનસને પ્રબળ કામલાલસાએ પરાજિત કર્યું છે, જે વિષયોમાં અત્યંત આસક્ત-મૂચ્છિત છે. જેને કામ વાસનાની તીવ્રતાથી થનારા દુષ્પરિણામોનું ભાન નથી, જે અબ્રહ્મના કીચડમાં ફસાયેલા છે અને જે તામસભાવ-અજ્ઞાનરૂપ જડતાથી મુક્ત થયા નથી તેવા દિવ-મનુષ્ય– તિર્યંચ] પરસ્પર નર-નારીના રૂપમાં મૈથુનનું સેવન કરતા પોતાના આત્માને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મના પિંજરામાં નાંખે છે અર્થાત્ તે પોતે પોતાને મોહનીય કર્મના બંધનથી ગ્રસ્ત કરે છે. વિવેચન : પૂર્વોક્ત સૂત્રમાં અબ્રહ્મનું સેવનકરનાર સાંસારિક–પ્રાણીઓનું કથન કર્યું છે. વૈમાનિક, જ્યોતિષ્ઠ, ભવનવાસી અને વ્યંતર આ ચારે નિકાયોના દેવો, મનુષ્યો તથા જલચર, સ્થળચર અને ખેચર તિર્યંચ વગેરે સર્વ પ્રાણીઓ કામવાસનાથી યુક્ત છે. પ્રસ્તુત પાઠમાં અબ્રહ્મચર્યનું સેવન કરનાર જીવોના કથનમાં સર્વ પ્રથમ દેવોનો ઉલ્લેખ કર્યો છે. તેનું કારણ એ છે કે અન્ય ગતિના જીવોની અપેક્ષાએ દેવોમાં કામવાસના વિશેષ હોય છે. તે અનેક પ્રકારે વિષય સેવન કરે છે. શ્રી સ્થાનાંગ સૂત્રમાં તેનું વિસ્તૃત વિવેચન છે. અધિક વિષય સેવનનું કારણ તેનું
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy