SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૦] શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર ચોથું અધ્યયન પરિચય 909902 A9 04 9 ગ્રહ શુ09 A2 2 2 28 પ્રથમ શ્રુતસ્કંધનું આ ચોથું અબ્રહ્મચર્ય અધ્યયન છે. તેમાં ચોથા આશ્રયદ્વાર "અબ્રહ્મચર્યનું વર્ણન છે. તેમાં પણ અબ્રહ્મનું સ્વરૂપ, તેના પર્યાયવાચી નામ, અબ્રહ્મચર્યભાવોની ઉત્પત્તિ, અબ્રહ્મસેવી, અબ્રહ્મચર્યનું દુષ્પરિણામ આદિ પૂર્વવત્ દ્વારથી વર્ણન છે. અબ્રહાચર્યનું સ્વરૂ૫ - અબ્રહ્મ-કુશીલ, બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં રમણતા કરવી તે બ્રહ્મચર્ય અને તે ભાવથી શ્રુત થઈ ઈન્દ્રિયોના વિષયમાં રમણતા કરવી, તેમાં મગ્ન થવું તે અબ્રહ્મ-કુશીલ છે. દેવો, મનુષ્યો, પશુઓ આદિ સંસારના સમસ્ત પ્રાણીઓ ઉપર તેનું સામ્રાજ્ય છે. સર્વ પ્રાણી તેની ઈચ્છા-અભિલાષાથી વ્યાપ્ત છે. તે પ્રાણીઓને ફસાવવામાં કીચડ સમાન છે, પાશ અને જાલની સમાન છે. તેનું વિશેષ વર્ણન આ પ્રમાણે છે– આત્માને પતિત કરાવનાર અને સંસારને વધારનાર છે. તે અબ્રહ્મ મોહ કર્મની સંતતિને વધારનાર, તપસંયમના વિઘાતક, નિમ્નજનો દ્વારા સેવિત છે અને જરા, મરણ, રોગ, શોકનું ભોજન છે. વીતરાગ એવં વીતરાગના માર્ગ પર ચાલનાર શ્રમણ-શ્રમણીઓને માટે તે ત્યાજ્ય તેમજ નિંદિત છે. તે વધ–બંધનની દશાઓને પ્રાપ્ત કરાવનાર, સંસાર પ્રવાહના વર્ધક એવં પોષક છે. અનાદિ પરિચિત એવું તે અબ્રહ્મ અભ્યસ્ત દૂષણ છે. તેનો ત્યાગ કરી અને તેના પાલનમાં સફળ થવું અત્યંત દુષ્કર છે. સ્ત્રી વેદ, પુરુષવેદ અને નપુંસકવેદ તેના ચિહ્ન છે. કર્તવ્યના બોધને, હિતાહિતના વિવેકને નષ્ટ કરાવનાર છે. બુદ્ધિને વિપરીત અથવા ભ્રષ્ટ કરાવનાર છે. અધર્મનું મૂળ તેમજ મોક્ષ સાધનાનું વિરોધી છે. અબ્રહ્મના ભાવો વિવિધ પ્રકારે પ્રગટ થાય છે, તે ભાવને પ્રગટ કરવા શાસ્ત્રકારે તેના ૩૦ પર્યાયવાચી નામો દર્શાવ્યા છે. અબહાભાવોની ઉત્પત્તિ :- અબ્રહ્મચર્યનું મૂળ મનમાં ઉત્પન્ન થતો એક વિશેષ પ્રકારનો વિકારભાવ છે. આ વિકારભાવ વેદ મોહકર્મના ઉદયથી અને આહાર, રૂપ, સ્ત્રી સંયોગ આદિ નિમિત્તોથી ઉત્પન્ન થાય છે. કુસંગતથી પણ વિકારભાવોને બળ મળે છે. શરીર પુષ્ટ થાય, ઈન્દ્રિયો બળવાન બને તોપણ કામ વાસનાના વિકારભાવો ઉત્પન્ન થઈ શકે છે. માટે બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકોએ વિવિધ તપશ્ચર્યા દ્વારા ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખી, રસનેન્દ્રિયને સંયમિત કરી, પૌષ્ટિક આહારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. અબહાસેવી :- કામવાસનામાં ફસાયેલા, મોહિત મતિવાળા ચારે જાતિના દેવ—ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક તથા મનુષ્ય અને તિર્યંચ જલચર, સ્થળચર, ખેચર આ સર્વ સ્ત્રી પુરુષ રૂપે પરસ્પર
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy