SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ | શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વિલાપનો પ્રચુર અવાજ છે. અપમાનરૂપી ફીણથી યુક્ત છે. તીવ્ર નિંદા, નિરંતર ઉત્પન્ન થતી વેદના, પ્રાયઃ અનાદરની પ્રાપ્તિ, કઠોર વચનો દ્વારા નિર્ભર્સના–ધિક્કાર વગેરે જેના ઉદયથી પ્રાપ્ત થાય છે, તેવા જ્ઞાનાવરણીયાદિક્લિષ્ટ કર્મરૂપી પાષાણથી– ચટ્ટાનોથી ઉત્પન્ન થયેલા તરંગોથી જે ચંચળ છે, અવયંભાવી મૃત્યુના ભયરૂપી તળ યુક્ત છે. કષાય રૂપી પાતાળ કળશોથી યુક્ત છે. લાખો ભવની પરંપરા જ તેની જળરાશિ છે. અનંત જીવોની અપેક્ષાએ તે અનંત છે. આધિ વ્યાધિ આદિ સેંકડો દુઃખોથી યુક્ત હોવાથી ઉગજનક છે. તે અસીમ, અપાર છે, દુસ્તર હોવાથી મહાભય રૂપ છે. ૧૪૮ કર્મ પ્રકૃતિરૂપ મહામસ્ય, મગર આદિજળચર જીવોથી વ્યાપ્ત હોવાના કારણે ભયંકર છે. પ્રત્યેક જીવને માટે ભયજનક છે. અપરિમિત તથા મહાન વિષયવાસના અને મલિન મતિરૂપ, વાયુના વેગથી વધતી જતી આશા, તૃષ્ણા અને પિપાસા રૂપ પાતાળથી યુક્ત છે. શબ્દાદિ વિષયોમાં અભિરૂચિરૂપ કામરતિ, અનુકૂળ વિષયોમાં પ્રીતિરૂપ રાગ, પ્રતિકૂળ વિષયોમાં અપ્રીતિરૂપ દ્વેષના અંધકારથી તે વ્યાપ્ત છે. મોહરૂપ મહાવમળો તેમાં ઉત્પન્ન થાય છે. ભોગરૂપી તે આવર્ત–વમળોમાં જીવો ભ્રમણ કરી રહ્યા છે, વ્યાકુળ થઈ રહ્યા છે, ઉછળી રહ્યા છે. તે સંસાર સાગરમાં મનુષ્ય, પશુ, પક્ષી આદિ વિવિધ પ્રકારના જીવો જન્મ મરણ કરે છે. અનેક દુઃખોથી પીડાતાં પ્રાણીઓના રુદનરૂપ પ્રચંડ વાયુથી પરસ્પર અથડાતા, અમનોજ્ઞ, દુઃખોની પરંપરા રૂપ તરંગોથી તે સંસાર સાગર ખળભળી રહ્યો છે. તરંગોની સાથે અથડાવાથી જુદા પડેલા અનિષ્ટ પરપોટાથી વ્યાપ્ત એવા જન્મ, જરા, મરણરૂપ જળથી ભરેલો છે. પ્રમાદરૂપી અત્યંત પ્રચંડ અને દુષ્ટ હિંસક જંતુઓ દ્વારા આઘાત પામેલા અને આમ તેમ ભટકતા પ્રાણીઓના સમૂહનો નાશ કરનાર અનર્થોથી પરિપૂર્ણ છે. તેમાં અજ્ઞાનરૂપ મહામત્ય છે. અનુપશાંત ઈન્દ્રિયોરૂપ મહામગરોના ઝડપી હલન ચલનથી તે અત્યંત ખળ ભળે છે. દુઃખરૂપ વડવાનલનો સંતાપ તેમાં નિત્ય વ્યાપેલો હોય છે. તે નિરંતર પરિવર્તનશીલ છે અને પૂર્વકૃત કર્મોના સંચય રૂપ છે. ત્રાણ-શરણ રહિત જીવો અને પાપકર્મોના ઉદયને ભોગવવા રૂપ સેંકડો દુ:ખ તેના વહેતા જળ સમાન છે. ઋદ્ધિ, રસ અને શાતા ગૌરવરૂપ જલજંતુ વિશેષથી તે સંસાર ભરેલો છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોથી બંધાયેલ પ્રાણી તેમાં સપડાઈ જાય છે. પૂર્વકૃત કર્મો દ્વારા દોરડાથી બાંધેલા કાષ્ઠની જેમ તે પ્રાણીઓ નરકની તરફ ખેંચાઈ રહ્યા છે. નરકાભિમુખ થવાના કારણે તે પ્રાણીઓ ખિન્ન અને અતિશય શોકયુક્ત છે. અરતિ–રતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વરૂપ પર્વતોથી તે વિષમ બનેલો છે. ક્લેશરૂપ કીચડથી તે દુસ્તર છે. ચાર ગતિનું પરિભ્રમણ તે સમુદ્રની ભરતી છે. હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, આરંભ કરવો, કરાવવો અને તેની અનુમોદનાથી સંચિત આઠ કર્મોના ભારથી ભારે બનેલા તથા દુઃખરૂપ જળ સમૂહમાં અત્યંત નિમગ્ન–પાણીમાં ડૂબતાં પ્રાણીઓને માટે સંસાર સમુદ્ર અલભ્ય તળ વાળો છે અર્થાત્ તેના તળને પ્રાપ્ત કરવું દુર્લભ છે. તેમાં માનવી શારીરિક અને માનસિક દુઃખ અનુભવે છે. શાતારૂપ ઉન્મજ્જન[પાણીની ઉપર આવવું અને અશાતારૂપ નિમજ્જન [ડૂબવું કરવામાં લીન બનેલા તે જીવો નરકાદિ ગતિરૂપ ચાર વિભાગવાળા તથા જન્મ-મરણાદિ દુઃખોથી મહાન, અંતરહિત, ભયજનક સંસાર સાગરમાં વસે છે. તે જીવ સંયમ રહિત છે, તેનું કોઈ આલંબન નથી, કોઈ આધાર નથી. છદ્મસ્થોની અપેક્ષાએ અપ્રમેય છે અથવા જેને માપી શકાતો નથી તેથી અપ્રમેય છે. ૮૪ લાખ
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy