SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩ . નથી) ત્યાર પછી પણ અનિષ્ટ વચનોથી લોકો તેની નિંદા કરે છે, તેને ધિક્કારે છે કે સારું થયું આ પાપી મરી ગયો અથવા મારી નંખાયો. તેના મૃત્યુથી સંતુષ્ટ થયેલા લોકો તેની નિંદા કરે છે. આ પ્રકારે તે પાપી ચોર પોતાના મોત પછી પણ લાંબા સમય સુધી પોતાના સ્વજનોને લજ્જિત કરતા રહે છે. પાપ અને દુર્ગતિની પરંપરા :१७ मया संता पुणो परलोग-समावण्णा णरए गच्छंति णिरभिरामे अंगारपलित्त-ककप्प अच्चत्थ-सीयवेयण-अस्साउदिण्ण-सययदुक्ख-सयसमभिदुए, तओ वि उव्वट्टिया समाणा पुणो वि पवज्जति तिरियजोणिं तहिं पि णिरयोवमं अणुहवंति वेयणं, ते अणंतकालेण जइ णाम कहिं वि मणुयभावं लभंति णेगेहिं णिरयगइ- गमण-तिरिय-भव-सयसहस्स-परियट्टेहिं । तत्थ विय भवंतऽणारिया णीय-कुल-समुप्पण्णा आरियजणे विलोगवज्झा तिरिक्खभूया य अकुसला कामभोगतिसिया जहिं णिबंधति णिरयवत्तणिभवप्पवचकरण-पणोल्लि पुणो वि संसारावत्तणेममूले धम्मसुइ- विवज्जिया अणज्जा कूरा मिच्छत्तसुइपवण्णा य होंति एगंत-दंड-रुइणो वेढेता कोसिकारकीडोव्व अप्पगं अट्ठकम्मतंतु-घणबंधणेणं । ભાવાર્થ :- (ચોર પોતાના દુઃખમય જીવનનો અંત થવા પર) પરલોકને પ્રાપ્ત થઈ નરકમાં ઉત્પન્ન થાય છે. નરક નિરભિરામ-સુંદરતા રહિત છે અને આગથી બળતા ઘરની જેમ અત્યંત ઉષ્ણ વેદનાયુક્ત અથવા અત્યંત શીતવેદના યુક્ત હોય છે. ત્યાં તે તીવ્ર અશાતા વેદનીય કર્મની ઉદીરણાના કારણે સેંકડો દુઃખોથી ઘેરાયેલા છે. નરકમાંથી નીકળીને તે ફરી તિર્યંચ યોનીમાં જન્મ લે છે. ત્યાં પણ તે નરક જેવી અશાતા વેદનાનો અનુભવ કરે છે. તે તિર્યંચ યોનિમાં અનંતકાળ સુધી પરિભ્રમણ કરે છે, અનેકવાર નરકગતિ અને લાખોવાર તિર્યંચ ગતિમાં જન્મ-મરણ કરતાં-કરતાં ગમે તે રીતે જો મનુષ્ય ભવ પ્રાપ્ત કરી લે તો ત્યાં પણ નીચકુળમાં ઉત્પન્ન થાય છે અને અનાર્ય થાય છે. કદાચિત્ આર્યકુળમાં જન્મ થાય તોપણ ત્યાં લોકોથી બહિષ્કૃત થાય છે, પશુઓ જેવું જીવન પસાર કરે છે. તે કુશળતાથી રહિત અર્થાત્ વિવેક વગરના હોય છે. તે પુનઃ પ્રાપ્ત મનુષ્યભવમાં કામભોગોની અતિશય તૃષ્ણા અને અનેકવાર નરકભવોમાં ઉત્પન્ન થવાના કુસંસ્કારના કારણે નરકગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય પાપ પ્રવૃત્તિમાં રત રહે છે અને સંસાર ચક્રમાં પરિભ્રમણ કરાવનાર અશુભ કર્મોનો બંધ કરે છે. તે ધર્મશાસ્ત્રના શ્રવણથી વંચિત રહે છે. પાપકર્મમાં પ્રવૃત્ત રહેવાને કારણે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરવાની રુચિ જ તેના હૃદયમાં ઉત્પન્ન થતી નથી. તે અનાર્ય પુરુષ, ક્રૂર, અસત્ય, નિદર્ય મિથ્યાત્વના પોષક શાસ્ત્રોને અંગીકાર કરે છે. એકાંત હિંસામાં જ તેની રુચિ હોય છે. આ પ્રકારે રેશમના કીડાની જેમ તે આઠ કર્મરૂપી તંતુઓથી પોતાના આત્માને પ્રગાઢ બંધનોમાં જકડી લે છે.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy