SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩ _ [ ૬૯] ત્રીજું અધ્યયન ગ્રંથ 259 229 208 29 929 પરિચય આ ત્રીજું 'અદત્તાદાન' અધ્યયન છે. તેમાં ત્રીજા આશ્રયદ્વાર "અદત્તાદાન(ચોરી)"નું પૂર્વવત્ પાંચ દ્વારથી વર્ણન છે. અદત્તાદાન–ચોરીનું સ્વરૂપ - અદત્ત + આદાન = નહીં દીધેલું ગ્રહણ કરવું તેને અદત્તાદાન કહે છે. જે વસ્તુ વાસ્તવમાં આપણી નથી, પરાયી છે તે તેના સ્વામીની સ્વીકૃતિ કે અનુમતિ વિના લઈ લેવી અને પોતાની માલિકીની કરી લેવી તે અદત્તાદાન છે, ચૌર્યકર્મ છે. તે ત્રીજું અધર્મદ્વારા અથવા આશ્રયદ્વાર છે. મુચ્છ અને લોભ અદત્તાદાનનું મૂળ છે. તે પ્રિયજનોમાં, મિત્રોમાં વેરભાવ, લડાઈ ઝગડાં, યુદ્ધ આદિને ઉત્પન્ન કરે છે. આ અધ્યયનમાં ૩૦ પર્યાયવાચી નામોથી ચીર્યકર્મની વ્યાપકતાનું નિરૂપણ કર્યું છે. લોભ, તૃષ્ણા વગેરે વૃત્તિથી કેવી કેવી રીતે ચોર ચોરી કરે છે તેનું વર્ણન આ અધ્યયનમાં છે. ચૌર્યકર્મના વિવિધ પ્રકાર :- (૧) કોઈ છુપાઈને ચોરી કરે. કોઈ સામેથી આક્રમણ કરીને ચોરી કરે. કોઈ મંત્ર પ્રયોગ કરીને ચોરી કરે છે. કોઈ ધન લૂંટે, કોઈ પશુ, તો કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોનું અપહરણ કરે છે. કોઈ રસ્તે ચાલનારાને લૂંટે, તો કોઈ શસ્ત્રોના બળે રાજખજાનાને લૂંટે છે. (૨) મહાન ઐશ્વર્યના સ્વામી, રાજાઓ પણ અસંતોષ વૃતિના શિકાર થઈને લાલસાથી બીજાના રાજ્ય પર આક્રમણ કરી મહાસંગ્રામ દ્વારા જનસંહાર કરાવી બીજાનું ધન લૂંટી આનંદ માને છે. (૩) જંગલમાં, પહાડોમાં, અટવીમાં રહેનાર સેંકડો સશસ્ત્ર ચોર હોય છે. તે આસપાસના રાજ્યોમાં ચોરી કરે છે, મનુષ્યોની ઘાત કરે છે. યથાસમયે રાજસત્તાનો સામનો કરી, પરાસ્ત કરી રાજ્ય લૂંટે છે. (૪) કેટલાક ડાકુઓ બીજાના ધન માટે આક્રમણ કરે છે. સામુદ્રીડાકુ જહાજોને લૂંટે છે. (૫) કોઈ દયા વગરના શૂન્યહૃદયી લોકો ગામ, નગર આદિને લૂંટી, મારી ઉજ્જડ કરે છે. ચૌર્યકર્મનું પરિણામ :- ચોરી કરતા પકડાય જાય ત્યારે ચોરોને બંધન, માર સહન કરવો પડે છે, જેલમાં પૂરાવું પડે અને ત્યાં અનેક પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. સોય ભોંકાવવી, ઊંધા લટકાવવા, ચામડી ઉતેડવી, અંગોપાંગનું છેદન, તે ઉપરાંત ફાંસી આદિ અનેક પ્રકારની સજા ચોરને ભોગવવી પડે છે. આ રીતે મનુષ્ય લોકમાં તે દુર્દશા પ્રાપ્ત કરે છે. તે સિવાય પાપકર્મનો સંચય કરી ચોર નરકગતિમાં ઉત્પન્ન થાય છે ત્યાં અનેક પ્રકારની વેદના પામીને, તિર્યંચગતિમાં જન્મ ધારણ કરે છે. આ રીતે નરક અને
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy