SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૩૦) અવતોવો :- વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો લોપ થતો હોવાથી તેને અપલોપ કહે છે. ઉપરોક્ત નામોના સ્પષ્ટીકરણથી મૃષાવાદની વ્યાપકતા પ્રગટ થાય છે. મૃષાવાદી જીવો : ૪૮ ३ तं च पुण वयंति केई अलियं पावा असंजया अविरया कवडकुडिलकडुयचडुलभावा कुद्धा लुद्धा भया य हस्सट्ठिया य सक्खी चोरा चारभडा खंडरक्खा जियजयकरा य गहियगहणा कक्ककुरुगकारगा, कुलिंगी उवहिया वाणियगा य कूडतुलकूडमाणी कूडकाहावणोवजीविया पडगार - कलायकारुइज्जा वंचणपरा चारियचाडुयार-णगरगुत्तिय - परिचारगा दुट्ठवाइसूयगअणबलभणिया य पुव्वकालियवयणदच्छा साहसिया लहुस्सगा असच्चा गारविया असच्चट्ठावणाहिचित्ता उच्चच्छंदा अणिग्गहा अणियत्ता छंदेणमुक्कवाया भवंति अलियाहिं जे अविरया । ભાવાર્થ : આ અસત્યને બોલનારા કેટલાક મૃષાવાદી પાપી, અસંયત, અવિરત–સર્વ વિરતિ અને દેશ વિરતિથી રહિત, કપટના કારણે કુટિલ, કટુ અને ચંચળ ચિત્તવાળા, ક્રોધી, લોભી, ભયભીત અને અન્યને ભય ઉપજાવનાર, હાંસી મજાક કરનાર, ખોટી સાક્ષી દેનાર, ચોર, ગુપ્તચર–જાસુસ, ખંડરક્ષ– કરજ વસૂલ કરનાર, જુગારમાં હારેલા, ગિરવે રાખનાર માણસનું હજમ કરનાર, કપટથી કોઈપણ વાત વધારી વધારીને કહેનાર, ખોટો મત આપનાર, કુલિંગી–વેષધારી, છળ કરનાર, વણિક, ખોટા તોલ અને માપ કરનાર, નકલી સિક્કાથી આજીવિકા ચલાવનાર, બીજાને ઠગનાર વણકર, સુવર્ણકાર વગેરે કારીગર, ખુશામત કરનાર, નગરરક્ષક, પરિચારક–વિષય ભોગના ગુલામ, ખોટો પક્ષ લેનાર, ચુગલી કરનાર, કરજદાર, કોઈના બોલતાં પહેલાં જ તેના અભિપ્રાયને તોડનાર, સાહસિક–વગર વિચાર્યે પ્રવૃત્તિ કરનાર, નિઃસત્વ, અધમ, હીન, સત્પુરુષોનું અહિત કરનાર, અહંકારી, અસત્યની સ્થાપનામાં ચિત્તને જોડનાર, પોતાનો ઉત્કર્ષ બતાવનાર, નિરંકુશ, નિયમ રહિત, વિચાર્યા વિના ગમે તેમ બોલનાર, અસત્યથી અવિરત લોકો જ મિથ્યાભાષણ કરે છે. વિવેચન : અહીં સૂત્રકારે અસત્ય ભાષણ કરનારનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જે મૂળપાઠથી સ્પષ્ટ છે. અસંયત અને અવિરત જીવો જ અસત્યનું ભાષણ કરે છે. અસત્ય ભાષણના મૂળ ચાર કારણ છે. ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. ક્રોધિત વ્યક્તિ વિચાર અને વિવેકથી રહિત બની જાય છે. ક્રોધ એક પ્રકારનો ઉન્માદ છે. ઉન્માદમાં તે ગમે તેમ બોલે છે. લોભથી ગ્રસિત વ્યક્તિને અસત્ય ભાષણમાં ક્ષોભ કે સંકોચ થતો નથી. તે પોતાની ઈચ્છાની પૂર્તિ માટે ગમે તે પ્રયત્ન કરે છે. ભયભીત વ્યક્તિ પોતાના દુષ્કર્મથી
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy