SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૩ /અધ્ય.૮ | जेणेव बारवई णयरी तेणेव उवागच्छइ उवागच्छित्ता बारवई णयरिं अणुप्पविसइ, अणुप्पविसित्ता जेणेव सए गिहे जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागया, धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव सए वासघरे जेणेव सए सयणिज्जे तेणेव उवागया सयंसि सयणिज्जसि णिसीयइ । ભાવાર્થ - ત્યાર પછી ભગવાન અરિહંત અરિષ્ટનેમિ પાસેથી સમાધાન પ્રાપ્ત કરી દેવકીદેવી હર્ષિત એવમ્ સંતુષ્ટ થયાં યાવતુ પ્રફુલ્લિત હૃદયવાળી થઈ ભગવાન અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી જ્યાં તે છ અણગાર હતા ત્યાં આવ્યાં, આવીને તે મુનિઓને વંદન નમસ્કાર કર્યા. તે અણગારોને જોઈને પુત્ર સ્નેહે તેનું માતૃત્વ વહેવા લાગ્યું. હર્ષથી આંખો પ્રફુલ્લિત (વિકસિત) થઈ ગઈ. હર્ષાતિરેક અને સ્નેહના કારણે કંચુકીની કસો તૂટવા લાગી. મુજબંધ અને કાંડાના અલંકારો તંગ થવા લાગ્યા. વરસાદની ધારથી કદંબવૃક્ષના ફૂલ વિકસિત થઈ જાય તેમ દેવકીમાતાના રોમેરોમ વાત્સલ્યના અતિરેકથી વિકસિત થઈ ગયા. અનિમેષ નયનોથી પોતાના છ પુત્ર મુનિઓને જોતી જોતી લાંબા સમય સુધી નીરખતી જ રહી. નીરખ્યા પછી વંદન નમસ્કાર કર્યા. ફરી વંદન નમસ્કાર કરીને જ્યાં અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવીને અરિષ્ટનેમિ ભગવાનને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને પછી પોતાના ધાર્મિક રથમાં બેસી દ્વારકા નગરીની મધ્યમાં થઈને જ્યાં પોતાનો મહેલ હતો, જ્યાં બહારની ઉપસ્થાન શાળા હતી, ત્યાં આવ્યાં અને ધર્મરથથી નીચે ઉતર્યા. જ્યાં પોતાનું ભવન હતું અને જ્યાં પોતાની શય્યા હતી ત્યાં આવ્યાં, આવીને સુકોમળ શય્યા પર બેઠાં. વિવેચન : ભગવાન અરિષ્ટનેમિ પાસેથી છ મુનિવરોનું વૃત્તાંત સાંભળીને "આ મારા પુત્રો છે" આવી પ્રતીતિ થઈ જવા પર તે દેવકી દેવી છ મુનિવરોના દર્શન કરે છે. પુનઃ પુનઃ હર્ષોલ્લાસિત થાય છે. આ સ્થિતિમાં તેનું છુપાયેલું વાત્સલ્ય ઉજાગર થાય છે. સ્તનમાંથી દુગ્ધધારા છૂટે છે. ત્યાર પછી પોતાની સ્થિતિમાં સમાહિત થઈ તેઓ પોતાના ભવનમાં પાછા ફરે છે અને વિશેષ વિચારધારામાં ડૂબી જાય છે. આ સૂત્રમાં સૂત્રકારે તેની વિચારધારા અને પરિણામધારાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. માતાદેવકીની પુત્રાભિલાષા :१० तए णं तीसे देवईए देवीए अयं अज्झथिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे- एवं खलु अहं सरिसए जाव णलकुबरसमाणे सत्त पुत्ते पयाया, णो चेव णं मए एगस्स वि बालत्तणए समणुभूए । एस वि य णं कण्हे वासुदेवे छण्हं छह मासाणं ममं अंतियं पायवंदए हव्वमागच्छइ । तं धण्णाओ णं ताओ अम्मयाओ, पुण्णाओ णं ताओ अम्मयाओ, कयपुण्णाओ णं ताओ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy