SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ | २८ શ્રી અંતગડ સૂત્ર લઈ આઠ વર્ષ સુધીનો છે અને એ સંસ્કાર ઘડતરમાં ઘરનું વાતાવરણ, માતાપિતાની જાગૃતિ વધુ જવાબદાર બને છે. પ્રાયઃ આઠ વર્ષની ઉંમરના ઘરના સંસ્કારથી ઘડાયેલું બાળક બહારના વાતાવરણમાં જાય તોપણ તેનામાં પ્રાયઃ કુસંસ્કાર પ્રવેશી શકતા નથી. જ્યારે આજના યુગમાં બાળકને સતત માવતરના હૂંફની અને શિક્ષણની જરૂર છે, ત્યારે બે વરસની ઉંમરમાં પરિસ્થિતિવશાત્ પ્લેહાઉસ કે બેબીસીટરો પાસે મોકલી અપાય છે. જેથી માવતરના સંસ્કારના કૌટુંબિક વારસાથી બાળક વંચિત રહે છે. બાહ્ય વિદ્યાભ્યાસની યોગ્યતાનો પ્રારંભિકકાળ સાતિરેક આઠ વર્ષનો છે. સ્ત્રી યોગ્ય ૬૪ કળા છે અને પુરુષોચિત ૭૨ કળા છે. જેમાં ભૌતિક જગતના તમામ ક્ષેત્રોને સ્પર્શતું જ્ઞાન આવી જાય છે. અનીયસકુમારનું પાણિગ્રહણ :| ५ तए णं तं अणीयसं कुमारं उम्मुक्कबालभावं जाणित्ता अम्मापियरो सरिसियाणं सरिव्वयाणं सरित्तयाणं सरिसलावण्ण-रूव-जोव्वणगुणोववेयाणं सरिसएहिंतो इब्भकुलेहितो आणिल्लियाणं बत्तीसाए इब्भवरकण्णगाणं एगदिवसेणं पाणिं गेण्हावेति । तए णं से णागे गाहावई अणीयस्स कुमारस्स इमं एयारूवं पीइदाणं दलयइ, तंजहा- बत्तीसं हिरण्णकोडीओ, एवं जहा महाबलस्स जाव अण्णं वा सुबहु हिरण्णं वा सुवण्णं वा कंसं वा दूसं वा विउलधण-कणग जाव संतसारसावएज्जं, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं, पकामं भोत्तुं, पकामं परिभाएउं । तए णं से अणीयसे कुमारे एगमेगाए भज्जाए एगमेगं हिरण्णकोडिं दलयइ, एगमेगं सुवण्णकोडिं दलयइ, एगमेगं मउड मउडप्पवरं दलयइ, एवं तं चेव सव्वं जाव एगमेगं पेसणकारिं दलयइ, अण्णं वा सुबहु हिरण्णं वा जाव परिभाएउं । तए णं से अणीयसकुमारे उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं जाव पंचविहे माणुस्सए कामभोगे पच्चणुभवमाणे विहरइ । ભાવાર્થ - માતા પિતાએ અનીયસકુમારને બાલ્યાવસ્થાથી મુક્ત અને યૌવનાવસ્થાને પ્રાપ્ત જાણી સમાનવય, સમાનત્વચા, રૂપ, લાવણ્ય, યૌવન, ગુણ તથા સમાન ઈમ્યકુળની ૩ર (બત્રીસ) ઈમ્પકન્યાઓ સાથે એક દિવસે પાણિગ્રહણ (વિવાહ) કરાવ્યું. વિવાહ અનંતર નાગ ગાથાપતિએ અનીયસકુમારને પ્રીતિદાનમાં બત્રીસ કરોડ સુવર્ણરજત (ચાંદી)ના સિક્કાથી લઈ તમામે તમામ ભોગપભોગની સામગ્રી અને અન્ય પણ વિપુલ સોના, ચાંદી, વાસણ, વસ્ત્ર, વિપુલ ધન, હીરા, માણેક, પન્ના વગેરે બહુમૂલ્ય ૩૨–૩ર વસ્તુઓ દેવામાં, ખાવામાં અને
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy