SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી અંતગક સૂત્ર (૩૮) અસિ લક્ષણ : તલવાર, બરછી આદિનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૩૯) મણિ લક્ષણ : ત્રિઓનાં શુભ અશુભ લક્ષણોને જાણવાની કલા. (૪૦) કાકણી લક્ષણ : કાકણી નામના રત્નનાં શુભ અશુભ લક્ષણોને, ગુણોને જાણવાની કલા. (૪૧) ચર્મ લક્ષણ ઃ ચામડાની પરીક્ષા કરવાની કલા અથવા ચર્મરત્નના શુભ-અશુભ લક્ષણોને જાણવાની કલા. (૪૨) ચંદ્રચર્યા : ચંદ્રનો ઉદય થાય ત્યારે સમકોણ, વક્રકોણ આદિ આકારવાળા ચંદ્રના નિમિત્તથી શુભઅશુભ લક્ષણો જાણવાની કલા. (૪૩) સૂર્યચર્યા : સૂર્ય સંચાર (ભ્રમણ)જનિત ઉપરાગોનાં શુભ અશુભ ફળને જાણવાની કલા. (૪૪) રાહુચર્યા ઃ રાહુની ગતિ અને તેનાથી ચંદ્ર ગ્રહણ વગેરે જાણવાની કલા. (૪૫) સહચર્યા : ગ્રહોના સંચારથી શુભ અશુભ ફળોને જાણવાની કલા. (૪૬) સૌભાગ્યક૨ : સૌભાગ્ય વધારવાના ઉપાયોને જાણવાની કલા. (૪૭) દીર્ભાગ્યકર ઃ દુર્ભાગ્યકારી(કારણોને જાણવાની કલા. (૪૮) વિદ્યાગત : અનેક પ્રકારની વિદ્યાઓને જાણવાની કલા. (૪૯) મંત્રગત : અનેક પ્રકારના મંત્રોને જાણવાની કલા. (૫૦) રહસ્યગત ઃ અનેક પ્રકારનાં ગુપ્ત રહસ્યોને જાણવાની કલા. (૫૧) સભાસ : પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણવાની કલા, (૫૨) ચાર કલા ઃ ગુપ્તચર–જાસૂસીની કલા. જ્યોતિષ ચક્રના સંચરણને જાણવાની કલા. (૫૩) પ્રતિચાર કલા : ગ્રહ આદિના સંચારનું જ્ઞાન, રોગીની સેવા–સુશ્રુષાનું જ્ઞાન. (૫૪) વ્યૂહ કલા ઃ યુદ્ધમાં સેના દ્વારા ગરૂડ આદિ આકારની રચના કરવાની કલા. (૫૫) પ્રતિવ્યૂહ કલા ઃ શત્રુની સેનાના પ્રતિપક્ષ રૂપમાં સેનાની રચના કરવાની કલા. (૫૬) સ્કંધાવારમાન : સેનાની શિબિર(છાવણી), પડાવ આદિના પ્રમાણને જાણવાની કલા. (૫૭) નગરમાન : નગરના માન(ક્ષેત્રફળ, સીમા વગેરે) પ્રમાણને જાણવાની કલા. (૫૮) વાસ્તુમાન ઃ મકાનોનું માન – પ્રમાણને જાણવાની કલા. ઃ (૫૯) સ્કંધાવાર નિવેશ : સેનાને યુદ્ધ યોગ્ય ઊભી રાખવાની અથવા પડાવ કરવાની કલા. (૬૦) વસ્તુ(વાસ્તુ)નિવેશ ઃ વસ્તુઓને થોચિત સ્થાન પર રાખવાની કલા. (૧) નગરનિવેશ : નગર નિર્માણની કલા. (૬૨) ઈયુઅસ્ત્રકલા ઃ દિવ્ય અસ્ત્ર સંબંધી કલા. (૩) છરુપગતકલા : તલવારની મૂઠ આદિ બનાવવાની કલા. (ખડ્ગશાસ્ત્ર) ઃ (૪) અશ્વ શિક્ષાઃ ઘોડાને વાહનમાં જોડવાની અને યુદ્ધમાં લડવાની શિક્ષા(તાલીમ) દેવાની કલા.
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy