SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી અંતગડ સૂત્ર નાગ ગાથાપતિના અનીયસાદિ પુત્રો :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं भद्दिलपुरे णामं णयरे होत्था । वण्णओ । तस्स णं भद्दिलपुरस्स णयरस्स उत्तरपुरस्थिमे दिसिभाए सिरिवणे णामं उज्जाणे होत्था । वण्णओ । जियसत्तू राया । तत्थ णं भद्दिलपुरे णयरे णागे णामं गाहावई होत्था । अड्डे दित्ते, वित्थिण्ण-विउल-भवणसयणासण-जाण-वाहणाइण्णे, बहुधण-बहुजायरूव-रयए, आओगप्पओगसंपउत्ते विच्छिड्डिय-विउल-भत्तपाणे, बहुदासी-दास-गो-महिसगवेलगप्पभूए बहुजणस्स अपरिभूए । तस्स णं णागस्स गाहावइस्स सुलसा णामं भारिया होत्था । सुकुमाल-पाणि-पाया, अहीण-पडिपुण्ण- पंचिंदियसरीरा लक्खणवंजण-गुणोववेआ माणुम्माणप्पमाण- पडिपुण्णसुजायसव्वंगसुंदरंगी ससि-सोमाकार-कंत-पिय-दसणा सुरूवा । ભાવાર્થ:- સુધર્મા સ્વામી બોલ્યા- હે જંબૂ! તે કાલે, તે સમયે ભક્િલપુર નામનું નગર હતું. તે ભક્િલપુર નગરની ઉત્તરપૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) શ્રીવન નામનું ઉદ્યાન હતું. બંનેનું વર્ણન પૂર્વવત્ સમજવું. જિતશત્રુ રાજા હતા અને તે ભક્િલપુર નગરમાં નાગ નામના ગાથાપતિ રહેતા હતા. તે ગાથાપતિ ઋદ્ધિસંપન્ન-ધનવાન, તેજસ્વી, વિસ્તૃત (વિશાળ), વિપુલ ભવનો-શસ્યાઓ, આસનો, યાન, વાહન આદિથી સંપન્ન હતા. સુવર્ણ રજત આદિ ધનની બહુલતા યુક્ત હતા, તેઓ અર્થલાભ માટે ધનના આદાનપ્રદાન રૂપ પ્રયોગ કરતા હતા. ભોજન પચ્યા પણ તેમને ત્યાં વિપુલ પ્રમાણમાં ભોજન બચતું. અનેક દાસ, દાસીઓ તથા ગાય, ભેંસ, બકરી આદિ અનેક પશુધનથી સંપન્ન નાગગાથાપતિનું ઘર હતું. આમ કોઈનાથી પણ પરાભવ ન પામે એવા તેજસ્વી જીવનધનના સ્વામી હતા. તે નાગ ગાથાપતિને સુલસા નામના પત્ની હતાં. જેઓ સુકોમળ હાથપગ સંપન્ન, પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ, લક્ષણ વ્યંજન યુક્ત શરીર સંપન્ન, ગુણવાન, માપ, ભાર(વજન), આકારથી પરિપૂર્ણ, સર્વાગ સુંદર, ચંદ્રસમાન સૌમ્ય, કાન્ત, પ્રિય, દર્શનીય રૂપયુક્ત હતાં. વિવેચન : કોઈ પણ વ્યક્તિના જીવન કથન દરમ્યાન તત્કાલીન નગર-ઉદ્યાન–માતા પિતાનું વર્ણન પ્રથમ કરવામાં આવે છે. આ એક પ્રાચીન કથનશૈલી છે. અહીં પણ અનીયસકુમારના વર્ણન પૂર્વે તેઓ જ્યાં મોટા થયા, દીક્ષિત થયા તે નગરી, ઉદ્યાન તથા માતા પિતાનો સવિસ્તૃત પરિચય સૂત્રકારે પ્રથમ આપ્યો છે. જે સુત્ર અને ભાવાર્થથી સ્પષ્ટ છે. વિશેષ જાણકારી ઉવવાઈ સુત્રમાંથી મેળવી લેવી. સુખદ બાલ્યાવસ્થા :| ३ तस्स णं णागस्स गाहावइस्स पुत्ते सुलसाए भारियाए अत्तए अणीयसे c..
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy