SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ /અધ્ય.૧ _ પ્રથમ વર્ગ અધ્યયન - ૧ ઃ ગૌતમકુમાર સૂત્ર પ્રારંભ :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी । पुण्णभद्दे चेइएवण्णओ । तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मे समोसरिए । परिसा णिग्गया । धम्मो कहिओ । परिसा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अंतेवासी अज्ज जंबू णाम अणगारे कासवगोत्तेणं सत्तुस्से हे समचउरंस संठाणसंठिए वज्जरिसहणारायसंघयणे कणयपुलयणिहसपम्हगोरे उग्गतवे दित्ततवे तत्ततवे महातवे ओराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी उच्छूढ सरीरे संखित्तविउलतेयलेस्से अज्ज सुहम्मस्स थेरस्स अदूरसामते उड्डजाणू अहोसिरे झाणकोद्रोवगए संजमेण तवसा अप्पाण भावमाणे विहरइ । ભાવાર્થ :- કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. આ નગરીની બહાર પૂર્ણભદ્ર નામના યક્ષનું યક્ષાયતન(મંદિર) હતું. તેનું વર્ણન ઉવવાઈ સૂત્રોનુસાર જાણવું. તે કાલે, તે સમયે આર્ય સુધર્મા સ્વામી પોતાના શિષ્ય પરિવાર સાથે વિચરતાં વિચરતાં ચંપા નગરીના પૂર્ણભદ્ર ઉધાનમાં પધાર્યા. ધર્મદેશના સાંભળવા પરિષદ નગરીથી નીકળી, આવેલી પરિષદને આર્ય સુધર્માસ્વામીએ ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળી પરિષદ જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી ફરી. તે કાલે, તે સમયે આર્ય સુધર્મા સ્વામીના અંતેવાસી અણગાર કાશ્યપ ગોત્રીય આર્ય જંબુસ્વામી હતા. જેઓ સાત હાથ ઊંચા, સમચોરસ સંસ્થાનથી સંસ્થિત, વજઋષભ નારાચ સંઘયણી, કસોટીએ ચઢાવેલ સુવર્ણરેખા તથા કમળ કેસર સમાન ગૌરવર્ણ વાળા, ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તપ્ત તપસ્વી, મહાતપસ્વી, ઉદાર, કર્મશત્રુઓ માટે ઘોર, ઘોર ગુણી, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યનું પાલન કરનારા, શરીર સંસ્કાર(વિભૂષા) તથા મમતાના ત્યાગી, સંક્ષિપ્ત કરેલી વિપુલ તેજોલેશ્યાના ધારક હતા. તેઓ આર્ય સુધર્માસ્વામીથી ન અતિ દૂર, ન અતિ નજીક, બન્ને ગોઠણો ઊભા કરી અને મસ્તક નીચે નમાવી, ધ્યાનરૂપી કોઠામાં સ્થિરચિત્ત થઈ સંયમ તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. વિવેચન : આ પ્રથમ સૂત્રમાં મુખ્ય પાંચ વિષયનું વર્ણન કર્યું છે. (૧) તે કાળની પરિસ્થિતિ (૨) ક્ષેત્રનું
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy