SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત સંસ્કરણ : જૈનાગમ ભારતીય ઈતિહાસની અણમોલ સંપદા છે, જેના પર જિનશાસનનો ભવ્ય પ્રાસાદ અવલંબિત છે. આગમોના પ્રકાશન-સંપાદનમાં વિભિન્ન સ્થાનોથી પ્રયત્નો થયા છે પરંતુ પ્રસ્તુત સંસ્કરણ, સરળ ગુજરાતી ભાષામાં શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ, વિવેચનની દષ્ટિએ સર્વપ્રથમ પ્રયાસ છે. ગુજરાતી આગમ અનુવાદ ગુજ્જુ જિજ્ઞાસુઓ માટે અત્યધિક આવશ્યક છે. ગુરુપ્રાણ જન્મ શતાબ્દી તત્તાવધાન ગુજરાતી આગમ બત્રીસીના અનુવાદનની વિચાર–ગંગોત્રી પૂ. ઉષાબાઈ મ. સ.ના ઉરે નેમનાથ પ્રભુની સાધના નિર્વાણભૂમિ જૂનાગઢ મુકામે થઈ. એ વિચારગંગોત્રીને મુમુક્ષુ જિજ્ઞાસુ સમક્ષ ગ્રંથાગમ રૂપે પ્રકાશિત કરવાના મહાયજ્ઞનો પ્રારંભ, શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટાસંઘ રાજાણાના આંગણે પૂ. તપોધની ગુરુદેવના સાન્નિધ્યે, સામુહિક ચાતુર્માસમાં થયો. મારા મહદ્ ભાગ્યોદયે મુજને દ્વાદશાંગી ગણિપિટીકાનું અણમોલું આગમરત્ન, અષ્ટકર્મોનો અંત કરાવી, અંતિમ પરમતત્ત્વ પ્રાપ્ત કરાવનારા એવા અષ્ટમ અંગ અંતકૃદશાની ગુજરાતી અનુવાદસંપાદન આદિ સ્વાધ્યાય સેવાનું કાર્ય સાંપડ્યું. ત્રણ સ્વીકાર : જોકે અનુવાદ–સંપાદન કાર્યમાં હું અસમર્થ હોવા છતાં, આજીવન મૌનવ્રતધારી, મુજ શ્રદ્ધાકેન્દ્ર, તપોધની પૂજ્યપાદ ગુરુદેવ રતિલાલજી મ. સા.ની સતત વરસતી વાત્સલ્ય વર્ષાએ, પરમદાર્શનિક–વાણીભૂષણ શ્રી જયંત–ગિરીશ ગુરુભગવંતના પુણ્ય પ્રસાદે, મુજ પ્રાણ ગુરુકુળના નીલમ–મુક્તા સમા પૂ. જનક–જગ-હસુ–ગજ-નમ્ર ગુરુભગવંતોના પ્રત્યક્ષ-પરોક્ષ માર્ગદર્શને, મુજ આસ્થાના મધ્યબિંદુ મંગલ-ભાવમૂર્તિ ભગિની બેલડી પૂ. શ્રી મુક્ત–લીલમ ગુણીમૈયાના અવિરત મળતા પ્રેરણાશિષબળે, જેમની મુજ ઉપર સદા મીઠી હિતરુચિ વહી છે એવા આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા.ના અથાગ રુચિપૂર્ણ સંશોધને, ડો. સાધ્વી આરતી અને સુબોધિકાના ભાષા સંશોધને, જેમણે મારા સામાન્ય શબ્દ દેહમાં આગમના ભાવપ્રાણ 44
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy