SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રિષ્ટનેમિ, તાર્ચ રિષ્ટનેમિ" આ રીતના વાક્યો યજુર્વેદ અને સામવેદમાં પણ અરિષ્ટનેમિ માટે વપરાયા છે. મહાભારતમાં પણ "તાર્ય" શબ્દપ્રયોગ થયો છે, જે ભગવાન અરિષ્ટનેમિનું અપર નામ હોવું જોઈએ. તેઓએ રાજા સગરને મોક્ષ–માર્ગનો જે ઉપદેશ આપ્યો છે, તે જૈન ધર્મના મોક્ષ–મંતવ્યોથી અધિક મિલતો-ઝુલતો છે. ઐતિહાસિક દષ્ટિથી આ સ્પષ્ટ થાય છે કે રાજા સગરના સમયમાં વૈદિક લોકો મોક્ષમાં વિશ્વાસ કરતા ન હતા. તેથી આ ઉપદેશ કોઈપણ શ્રમણ સંસ્કૃતિના ઋષિઓનો જ હોવો જોઈએ. યજુર્વેદમાં એક સ્થાન પર અરિષ્ટનેમિનું વર્ણન આ પ્રમાણે છે. અધ્યાત્મ યજ્ઞને પ્રગટ કરનારા, સંસારના સમસ્ત ભવ્ય જીવોને યથાર્થ ઉપદેશ દેનારા, જેના ઉપદેશથી જીવોનો આત્મા બલવાન બને છે એવા તે સર્વજ્ઞ નેમનાથને માટે આહુતિ સમર્પિત કરું છું. (વા નનયિઃ માર્ગોવિન શુકdયજુર્વેદ, અધ્યાય-૧, મંત્ર-ર૧, सातवलेकर संस्करण-विक्रम-१९८४) । આ આગમમાં ગજસુકુમાલનો કથાપ્રસંગ પણ અત્યંત રોચક છે. પૂર્વકૃત કર્મોદયે સોમિલની ક્રોધાગ્નિ ભભૂકી ઊઠે છે. ક્રોધની આંધીએ તેના વિવેક દીપકને બુઝાવી નાખ્યો. પરિણામ સ્વરૂપ નવદીક્ષિત મુનિરાજના મુંડિત મસ્તક પર ધગધગતા ખેરના અંગારા, માટીની પાળ બાંધી રાખી દીધા. સપ્ત ધાતુમય શરીરના જ્વલનથી ઉપજેલ મહાભયંકર વેદનામાં પણ જરા માત્ર વૈર–બદલાની આછેરી રેખા પણ મુનિરાજમાં જાગતી નથી, રોષ ઉપર તોષ, દાનવતા પર માનવતાનો અમર જયઘોષ ગુંજવતા, એક જ દિવસની ચારિત્ર પર્યાય દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી લીધો. અંતગડ સૂત્રના ચાર વર્ગમાં ૪૧ યાદવવંશીય રાજકુમારો કૃષ્ણ વાસુદેવનાવિરાટ વૈભવને છોડી, અરિષ્ટનેમિ પાસે કઠોર ત્યાગમય જીવન દ્વારા કૈવલ્યજ્ઞાન સાથે મોક્ષ પામ્યાના ઘટના-પ્રસંગો છે. પાંચમા વર્ગમાં ભવિતવ્યતાની અટલતાનું. કૃષ્ણના તથા દ્વારકાના 5 38
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy