SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ એકથી પાંચ વર્ગ સુધીમાં શ્રીકૃષ્ણ વાસુદેવનું વિસ્તૃત વર્ણન આવ્યું છે. શ્રીકૃષ્ણ વાસુદેવ જૈન, બુદ્ધ અને વૈદિક આ તત્કાલીન ત્રણે ય ધારાઓમાં ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. વૈદિક પરંપરાના મહાભારત– શાંતિપર્વ, અનુશાસનપર્વ, વનપર્વ, શ્રીમદ્ભગવદ્ગીતા, શતપથબ્રાહ્મણ, તૈત્તિરીયારણ્યક, પદ્મપુરાણ, વાયુપુરાણ, વામનપુરાણ, કૂર્મપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, હરિવંશપુરાણ, છાન્દોગ્ય ઉપનિષદ, શ્રીમદ્ભાગવત દશમ સ્કંધ આદિ સર્વ ગ્રંથોમાં શ્રી કૃષ્ણને અનેક નામોથી બિરદાવ્યા છે. વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, ગોવિંદ, જનાર્દન, સર્વગુણ સંપન્ન, દિવ્ય અને ભવ્ય માનવીય સ્વરૂપ સંપન્ન, દેવકીપુત્ર, પરમબ્રહ્મ આદિ. છાન્દોગ્ય ઉપનિષદમાં તેમને ઘોર આંગિરસ ઋષિની સમીપે અધ્યયન કરતા બતાવ્યા છે. શ્રીકૃષ્ણ જ્ઞાન, શાંતિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આ છ ગુણોમાં વિશિષ્ટ હતા. વૈદિક આચાર્યોએ પોત પોતાની દૃષ્ટિથી તેમના ચરિત્રને ચિત્રિત કર્યું છે. જયદેવ વિદ્યાપતિએ પ્રેમભક્તિ તો સૂરદાસ આદિ અષ્ટછાપના કવિઓએ બાલ-લીલા અને યૌવનલીલાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. રીતિકાળના કવિઓના આરાધ્યદેવ શ્રીકૃષ્ણ રહ્યા અને તેઓએ શ્રીકૃષ્ણ સંબંધી અનેક ગીતિકાઓ, મુક્તકોનું સર્જન કર્યું.પ્રિય પ્રવાસ, કૃષ્ણાવતાર આદિ અનેક ગ્રંથો લખ્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ઘટજાતક કથાઓમાં શ્રીકૃષ્ણનું વર્ણન આવ્યું છે. જોકે ઘટનાક્રમમાં, નામોમાં ઘણું અંતર છે, તેમ છતાં શ્રીકૃષ્ણકથાનો હાર્દ એક સદશ છે. જૈન પરંપરામાં શ્રી કૃષ્ણને સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ, ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળુ, શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભક્ત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યક્તિત્વના ધણી વાસુદેવ બતાવ્યા છે. સમવાયાંગ ૧૫૮માં તેઓના તેજસ્વી વ્યક્તિત્વનું અદ્ભુત ચિત્રણ છે. તેઓ ત્રિખંડાધિપતિ અર્ધચક્રી છે. તેમના શરીર પર એકસો આઠ પ્રશસ્ત ચિહ્ન હતા. તેઓ નરવૃષભ અને દેવરાજ ઈન્દ્ર સમાન હતા. મહાન યોદ્ધા હતા. તેઓએ પોતાના જીવનમાં ત્રણસો સાઠ યુદ્ધ કર્યા તેમાં એક પણ વાર પરાજિત થયા નથી. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શક્તિ હતી. (આવશ્યક નિર્યુક્તિ-૪૧૫). આટલી શક્તિ હોવા છતાં | 36
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy