SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ The . જેવા શીતળ થઈ ગયા. અનીયસમાંથી શ્રેયસ થયા. અંતમાંથી નીકળી અનંતસેન થયા, પરાભવ પામતા હતા તેમાંથી અનિહત થયા, અવિદ્યામાંથી નીકળી વિદ્વતકુમાર થયા, અપયશમાંથી નીકળી દેવયશ થયા, શત્રુતાના સ્કંદ વેઠી ઈશ્વર થવા સેન બાદશાહ બની ગયાં. કર્મના કારણનો અંત કરી સંસારના સારણ બન્યા, પોતાના તારણ બન્યા. જેમ ગજ રણસંગ્રામે ચઢી માલિકને વિજય પ્રાપ્ત કરાવે તેમ સમતાગજની અંબાડી ઉપર આરૂઢ થઈ, સુકુમાલ બની ગજબની ક્ષમાધારણા કરી સોમિલ સૂરાની સગડીના અંગારાનો આંગિરસ ઘોળી, શાંતરસમાં ઝૂલી અનંતને પામવા સુમુખ બની, દુર્મુખતાને હઠાવી, જ્ઞાનરૂપમાં ડૂબી રાગદ્વેષના દાકને દબાવી, સંસારની ક્રિયાના અનાદષ્ટિ બન્યા. કર્મની જાળી તોડી, આત્મમયાલિ ઉવયાલિ બની પુરુષાર્થ પુરિસસેણે જગાવી, કષાયવારિનો નાશ કરી આત્માને પ્રદ્યુમન પ્રકાશિત કરી સમતા સંબલ સાથે રાખી પૂર્વ સંયોગના ભાવોને નિરૂદ્ધ કરતા સત્ય અને દ્રઢતાની નેમિ ઝાલી સ્થિર થયા. પદ્માવતી રૂપ, ગોરી–ગંધારીરૂપ ત્રણ ગુપ્તિમાં લીન બની, મોક્ષના લક્ષે મન રોકી, કર્મોની સુસીમા બાંધી, જ્ઞાન રસના જામ પીતા, સત્યની ભાવના ભરી શિવરૂપ રુક્મણિનો લાલ બનવા મૂળભૂત કેવળશ્રીને વરવા અસંખ્યાત આત્મપ્રદેશ મૂળ દત્તાની ધરામાં સમાઈ જઈને ક્ષપકશ્રેણીએ ચઢયાં. મમતાની મકાઈ મારી, કિંકર્તવ્ય મૂઢતાનો નાશ કરી, અપૂર્વ ઉલ્લાસ સાથે ક્રોધ, માન, કામ, લોભ, રાગ, દ્વેષ રૂપ છપુરુષોની લલિત ટોળકીનો નાશ કરી, માયારૂપ સ્ત્રીનો વિનાશ કરતા મોહરૂપ યક્ષનો પરાજય કરવા, અર્જુન (શુદ્ધ થવા) આત્માએ સુદર્શનરૂપ ચક્ર ફેરવી મહાવીરના શ્રી ચરણોમાં જઈ સંયમ ક્ષમાનું કવચ ધારણ કર્યું અને આત્માના કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાશ, હરિચંદ, વારત્તક બની આત્માનું સુદર્શન કરતા, પૂર્ણભદ્ર પરિણામી, સુમન બની, આત્મામાં પ્રતિષ્ઠિત થઈ જ્ઞાનમેઘની ધારાએ ચારિત્રમાં સ્થિત થતાં તેર કાઠિયાનો નાશ કરી સંયોગ વિયોગનું વિસર્જન કરી અતિમુક્ત બનવા માટે જગતથી અલક્ષ થયા. મોક્ષ લક્ષ કરી નંદાદિક તેર સક્રિયામાં મગ્ન બની, સર્વ કર્મક્ષય કાલિકાદિરૂપ કૃષ્ણાએ તૃષ્ણાનો વિનાશ કરી શુક્લપક્ષની આત્મિક જ્યોત્સના જગાડવા કનકાવલિ ઇ
SR No.008765
Book TitleAgam 08 Ang 08 Antkrutdashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBhartibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_antkrutdasha
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy